2018-19 ના વર્ષ દરમ્યાન વચગાળા ના આધાર પર ટૂંકા ગાળા ની ખેતી ની લોન માટે વ્યાજ ઉપચાર યોજના ચાલુ રાખવા બાબત
RBI/2017-18/190 07 જુન, 2018 ચેરમેન મેનેજીંગ ડાયરેકટર અને સી. ઈ. ઓ. પ્રિય મહોદય/મહોદયા 2018-19 ના વર્ષ દરમ્યાન વચગાળા ના આધાર પર ટૂંકા ગાળા ની ખેતી ની લોન માટે વ્યાજ ઉપચાર યોજના ચાલુ રાખવા બાબત મહેરબાની કરીને અમારો તારીખ 16 ઓગસ્ટ 2017 નો ટૂંકા ગાળા ની ખેતી ની લોન માટે વ્યાજ ઉપચાર યોજના 2017-18 અંગે નો FIDD.CO.FSD.BC.No.14/05.02.001/2017-18 નમ્બર નો પરિપત્ર જુઓ, જેમાં અમે વર્ષ 2017-18 માટે વ્યાજ ઉપચાર યોજના ના અમલ તથા ચાલુ રાખવા બાબત ની સલાહ આપેલી. વર્ષ 2018-19 ની યોજના માટે મીનીસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, ભારત સરકાર (જીઓઆઈ) એ જણાવેલ છે કે તેમણે વ્યાજ ઉપચાર યોજના 2018-19 ચાલુ રાખવા માટે ની કાર્યવાહી શરુ કરી દીધી છે. ૨. જી.ઓ.આઈ. ની સલાહ મુજબ વચગાળા ના પગલા તરીકે જ્યાં સુધી બીજી સુચના જારી કરવામાં ન આવે ત્યાં સુધી 2018-19 માં વ્યાજ ઉપચાર યોજના નો અમલ ઉપર જણાવેલા પરિપત્ર માં 2017-18 ની યોજના માટે માન્ય કરેલી શરતો મુજબ ચાલુ રહેશે. તદનુસાર, દરેક બેંકો ને સલાહ આપવામાં આવેછે કે આ બાબત ની નોંધ લઈને 2018-19 માં વ્યાજ ઉપચાર યોજના નો અમલ કરવો. ૩. વધુમાં, જી.ઓ.આઈ. ની સલાહ મુજબ 2018-19 થી આઈએસએસ ને ‘ઇન કેશ‘ નહિ પણ ‘ઇન કાઈન્ડ /સર્વિસ‘ ના આધાર પર ડીબીડી મોડ માં મુકવામાં આવી છે અને 2018-19 માં પ્રોસેસ કરેલી દરેક લોન ને આઈએસએસ પોર્ટલ /ડીબીડી પ્લેટફોર્મ માં જયારે તે લોન્ચ કરે ત્યારે લાવવું જરૂરી છે. ૪. ભારત સરકારના તારીખ 16 ઓગસ્ટ, 2017 ના પત્ર એફ નમ્બર 1-4/2017-ક્રેડીટ-I (નકલ શામેલ છે) મુજબ વ્યાજ ઉપચાર યોજના ને પ્લાન –નોન પ્લાન માં વર્ગીકૃત કરવાનું બંધ કરવામાં આવશે. તદનુસાર, વ્યાજ ઉપચાર યોજના 2018-19 ને પ્લાન યોજના એટલેકે અનુસૂચિત જાતિ (એસ સી), અનુસૂચિત આદિ જાતિ (એસ ટી), અને ઉત્તર પૂર્વ રિજિયન (એન ઈ આર) વિગેરે ને લાગુ પડે તે રીતે સેટલ કરવાની રહેશે. ૫. તેથી, બેકોએ 2018-19 અને તે પછી ઉભા થતા તેમના દાવા સેટલ કરવામાટે આઈએસએસ પોર્ટલ માં વ્યક્તિગત ખેડૂતવાર રીપોર્ટ કરવા માટે, યોજના ના લાભ કર્તાઓ ની શ્રેણી મુજબ વિગતો (સામાન્ય, અનુસૂચિત જાતિ (એસ સી), અનુસૂચિત આદિ જાતિ (એસ ટી), અને ઉત્તર પૂર્વ રિજિયન (એન ઈ આર)- સામાન્ય, ઉત્તર પૂર્વ રિજિયન (એન ઈ આર)- એસ સી, (એસ સી), ઉત્તર પૂર્વ રિજિયન (એન ઈ આર)- (એસ ટી) મેળવવાની રહેશે.જ્યાં સુધી ડીબીડી પોર્ટલ કાર્યવાહી શરુ ન કરે ત્યાં બેંકો ને સુધી ઉપર દરશાવ્યા મુજબ શ્રેણી મુજબ તેમના દાવા મુકવા વિનંતી છે. ૬. બેંક, લોન ની શ્રેણી માટે ની વિગતવાર પદ્ધતિ માટે સરકાર ના પરામર્શ થી કાર્યવાહી કરી રહી છે. જ્યાં સુધી પદ્ધતિઓ ફાઈનલ ન થાય ત્યાં સુધી બેંકો સ્વ-ઘોષણા પત્ર થી શ્રેણી વાર વિગતો મેળવી શકે છે. અલબત્ત, દરેક શ્રેણી ને અપાતો લોન માટે કોઈ મર્યાદા ન હોવી જોઈએ. આપનો વિશ્વાસુ, (જી.પી.બોરાહ) બીડાણ :ઉપર મુજબ |