<font face="mangal" size="3">બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યĐ - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ને કલમ 56 સહિત વાંચતા, તે અંતર્ગત નિર્દેશ – ધી માપુસા અર્બન કૉ-ઓપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવા – નિર્દેશની અવધિનો વિસ્તાર અનેઉપાડ મર્યાદામાં છૂટ
ફેબ્રુઆરી 20, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની સાથે કલમ 56 ને વાંચતા, તે કલમો અંતર્ગત ધી માપુસા અર્બન કો-ઑપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવાને તારીખ જુલાઈ 24, 2015 ના નિર્દેશ થકી નિર્દેશો જારી કર્યા જે સમયે સમયે સુધારવામાં આવ્યા જેમાં અંતિમ નિર્દેશ તારીખ ઓગષ્ટ 13, 2018 નો હતો જે થકી નિર્દેશની અવધિ ફેબ્રુઆરી 18, 2019 સુધી લંબાવવામાં આવી હતી. પ્રવર્તમાન નિર્દેશ અનુસાર, અન્ય નિયમો સહિત, પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતા અથવા કોઈ પણ અન્ય જમા ખાતુ, ચાહે કોઈ પણ નામથી તેને ઓળખવામાં આવે, આમ બધા ખાતામાં થઈને કુલ જમા રકમમાંથી ₹ 1,000/- (રૂપિયા એક હજાર ફક્ત) સુધી ઉપાડવાની થાપણદારને અનુમતિ આપવામાં આવેલ હતી, એ શરતે કે જ્યાં આવા થાપણદારની બેંક પ્રત્યે કોઈ જવાબદારી કોઈ પણ રીતે ઊભી હોય એટલે કે ઉધારકર્તા તરીકે કે જામીનદાર તરીકે, ત્યાં આવી રકમ સૌ પ્રથમ જે તે ઉધાર ખાતા/ઓ સામે સમાયોજિત કરવામાં આવશે. રિઝર્વ બેંકે ઉક્ત બેંકની નાણાકીય પરિસ્થિતિની સમીક્ષા કરેલ છે અને જનહિતને લક્ષ્યમાં રાખતાં, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) અને (2) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાની રૂએ, ઉપરોક્ત નિર્દેશોમાં સુધાર કરવાની જરૂરિયાત તેને જણાય છે. આરબીઆઈ, તેના તારીખ જુલાઈ 24, 2015ના નિર્દેશ થકી, એમ સુધારો કરેલ હતો કે પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતા અથવા નિયતકાલીન થાપણ ખાતું અથવા કોઈ પણ અન્ય જમા ખાતુ (ચાહે કોઈ પણ નામથી તેને ઓળખવામાં આવે) આમ બધા ખાતામાં થઈને કુલ જમા રકમમાંથી ₹ 50,000/- (રૂપિયા પચાસ હજાર ફક્ત) થી વધુ નહીં એટલી રકમ ઉપાડવાની થાપણદારને અનુમતિ આપવામાં આવેલ હતી, એ શરતે કે જ્યાં આવા થાપણદારની બેંક પ્રત્યે કોઈ જવાબદારી કોઈ પણ રીતે ઊભી હોય એટલે કે ઉધારકર્તા તરીકે કે જામીનદાર તરીકે, ત્યાં આવી રકમ સૌ પ્રથમ જે તે ઉધાર ખાતા/ઓ સામે સમાયોજિત કરવામાં આવશે. સંશોધિત નિર્દેશ મુજબ થાપણદારને આપવાની થતી રકમ બેંક દ્વારા અલગ એસ્ક્રો ખાતામાં અને/અથવા જામીનગીરીઓમાં રાખવામાં આવશે જેનો ઉપયોગ બેંક ફક્ત થાપણદારને તેની રકમ ચૂકવવામાં જ કરશે. વધુમાં, ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે કે જનહિતને ધ્યાનમાં રાખતાં ધી માપુસા અર્બન કો-ઑપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવાને તારીખ જુલાઈ 24, 2015 ના રોજ જારી કરેલ નિર્દેશ કે જે સમયે સમયે છ મહિનાની અધિક અવધિ માટે સુધારવામાં આવેલ છે, તે નિર્દેશના પરિચાલનની અવધિનો વિસ્તાર કરવાની જરૂર છે. તદ્દનુસાર, ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની સાથે કલમ 56 ને વાંચતા, તે કલમો અંતર્ગત નિર્દેશ કરે છે કે ધી માપુસા અર્બન કો-ઑપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવાને તારીખ જુલાઈ 24, 2015 ના રોજ જે નિર્દેશ જારી કર્યા જે સમયે સમયે સુધારવામાં આવ્યા જેમાં અંતિમ નિર્દેશ તારીખ ઓગષ્ટ 13, 2018 નો હતો જે થકી નિર્દેશની અવધિ ફેબ્રુઆરી 18, 2019 સુધી લંબાવવામાં આવી હતી, તે નિર્દેશ વધુ છ મહિના એટલે કે ફેબ્રુઆરી 19, 2019 થી ઓગષ્ટ 18, 2019 સુધી, સમીક્ષાને આધીન, બેંકને લાગૂ રહેશે. સમયે સમયે સુધારવામાં આવેલા ઉક્ત નિર્દેશના અન્ય નિયમો અને શરતો યથાવત્ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/1979 |