RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490444

વધારા ના સમય દરમ્યાન સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) ના વિનિમય માટે ની સવલત –કેવાયસી અને ખાતા ની વિગતો ની ચકાસણી

RBI/2016-17/205
DCM (Plg) No.2170 /10.27.00/2016-17

31 ડીસેમ્બર 2016

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્ર ની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામીણ બેંકો / શહેરી સહકારી બેંકો /
રાજ્ય સહકારી બેંકો / જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો

પ્રિય મહોદય,

વધારા ના સમય દરમ્યાન સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) ના વિનિમય માટે ની સવલત –કેવાયસી અને ખાતા ની વિગતો ની ચકાસણી

કૃપયા “ ધી સ્પેસીફાઇડ બેંક નોટ્સ (સીઝેશન ઓફ લાયબીલીટીઝ)” પર ના ભારત સરકાર ના તારીખ 30 ડીસેમ્બર 2016 ના GoI Ordinance No. 10 of 2016 નો સંદર્ભ જુઓ.

2. ઉપરોક્ત ના ફકરા 4.1 ના સંદર્ભમાં, રહીશ અને બિન રહીશ નાગરીકો કે જેઓ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન તેમની ઉપરોક્ત સમય દરમ્યાન ભારતમાં ગેર હાજરીના કારણે સવલત પ્રાપ્ત કરી શક્યા નથી, તેમને માટે એસ. બી. એન. ના વીનીમય ની સવલત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને, ઉપરની સવલત માત્ર એવા પ્રસ્તુતકર્તાઓ માટે ઉપલબ્ધ છે કે જેમના ખાતાઓ કે. વાય. સી. અનુપાલિત છે અને જેઓએ 10 નવેમ્બર 2016 અને 30 ડીસેમ્બર 2016 વચ્ચે એસ. બી. એન. ને તેમના ખાતાઓમાં ડીપોઝીટ કરેલી નથી.

3. ઉપરની માહિતી બેંકો પાસે ઉપલબ્ધ હોવાના કારણે આરબીઆઈની ચોક્કસ ઓફિસો બેન્કોનો (i) કે. વાય. સી. દરજ્જાના પુષ્ટિકરણ માટે, (ii) પ્રસ્તુતકર્તાઓના ખાતાઓમાં એસ. બી. એન. ની ડીપોઝીટ, જો હોય તો, ની માહિતી માટે સંપર્ક કરશે. તેથી, બેન્કોને વિનંતી મળ્યા ની તારીખ થી સાત દિવસમાં આવશ્યક માહિતી પૂરી પાડવા માટેની વ્યવસ્થા અમલમાં મૂકવાનું જણાવવામાં આવે છે. આ માટે, બેંકો મહાપ્રબંધક ની કક્ષાના અધિકારીને નોડલ અધિકારી તરીકે નામિત કરે કે જેમનો અમારા કાર્યાલયો દ્વારા સંપર્ક કરી શકાય. નોડલ અધિકારીનું નામ, સંપર્ક વિગતો (મેઈલ આઈડી સહિત) મેઈલ કરવામાં આવે.

4. કૃપયા પ્રાપ્તિ સૂચના મોકલો.

આપનો વિશ્વાસુ,

(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક


વધારાના સમય દરમ્યાન સ્પેસીફાઈડ બેન્કનોટો (એસ. બી. એન.) ના વિનિમય માટેની સવલત

ભારત સરકારના તારીખ 30 ડીસેમ્બર 2016 ના વટહુકમ સ્પેસીફાઈડ બેન્કનોટસ (સીઝેશન ઓફ લાયબીલીટીઝ) ઓર્ડીનન્સ 2016 ની કલમ 4 (1) અને તે હેઠળ ના તેમના તારીખ 30 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન S. O. 4251 (E) ના સંદર્ભમાં, રીઝર્વ બેંક દ્વારા, એવા ભારતીય નાગરીકો કે જેઓ અગાઉની સવલત હેઠળ એસ. બી. એન. ના વિનિમયની સગવડ પ્રાપ્ત કરી શક્યા ન હતા કારણકે તેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન દેશમાં ઉપસ્થિત ન હતા, તેમને એક તક આપવા માટે ઉપરોક્ત સવલતનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સવલતની જોગવાઈઓ નીચે મુજબ છે:

2. વિનિમય ના સ્થળો:

આ સવલત રીઝર્વ બેન્કના પાંચ કાર્યાલયો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેવાકે રીઝર્વ બેંક ની મુંબઈ, ન્યુ દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને નાગપુર ઓફિસો.

3. લાયક વ્યક્તિઓ:

3.1 આ સવલત માત્ર ભારતીય નાગરિકો દ્વારા તેમની વ્યક્તિગત ક્ષમતામાં અને સમયગાળા દરમ્યાન માત્ર એક પ્રસંગે જ પ્રાપ્ત કરી શકશે. આ સવલત હેઠળ કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા પ્રસ્તુતીને મંજૂરી આપવામાં આવશે નહીં.

3.2 ભારતીય નાગરિકો માં, એસ. બી. એન. ધારણ કરનાર વ્યક્તિઓની બે શ્રેણી આ સવલત નો લાભ લઇ શકશે.

i. રહીશ ભારતીયો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશ હતા અને,

ii. બિન રહીશ ભારતીયો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 ના સમયગાળા દરમ્યાન ભારતમાં ન હતા.

3.3 નેપાળ, ભૂતાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ માં રહેતાં ભારતીય નાગરિકોને આ સવલત ઉપલબ્ધ હશે નહીં.

3.4 ઉપર વ્યાખ્યાયિત થયેલ બે લાયક શ્રેણીઓ માટે સવલતની શરતો / જોગવાઈઓ અને પદ્ધતિઓ નીચે મુજબ છે:

a. રહીશ ભારતીયો:

i. માત્ર તે જ રહીશો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 ના સમયગાળા દરમ્યાન વિદેશમાં હતા તેઓ સવલત ની મુદત દરમ્યાન માત્ર એકજ વાર આ સવલત પ્રાપ્ત કરવા હકદાર હશે.

ii. પ્રસ્તુતીમાં એસ. બી. એન. રજૂ કરવાની કોઈ નાણાકીય સીમા હશે નહીં.

iii. પ્રસ્તુતીઓ Annex – I મુજબ ટેન્ડર ફોર્મમાં, તેઓ ઉપરોક્ત સમય દરમ્યાન વિદેશ હતા તેવું પુરવાર કરતા આવશ્યક દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરવી જોઈએ.

iv. વ્યક્તિની દેશમાં 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 ના સમય દરમ્યાન ગેર હાજરી ના પુરાવા તરીકે ઈમિગ્રેશન ના સ્ટેમ્પ સાથેની પાસપોર્ટ ની નકલ રજૂ કરવી જોઈ. મૂળ પાસપોર્ટ આરબીઆઈ ના કાઉન્ટર પર ચકાસણી માટે રજૂ કરવો પડશે.

v. 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન એસ. બી. એન. ડીપોઝીટ કરેલ ન હતી તેની સાબિતી તરીકે તમામ બેંક ખાતાઓ ના સ્ટેટમેન્ટની નકલો.

vi. ટેન્ડર સાથે વૈધ આઈડી પ્રુફ અને આધાર નંબર તથા અરજદારના કે. વાય. સી. અનુપાલિત ખાતાની વિગતો સાથે જોડેલા હોવા જોઈએ.

vii. આઈટી રૂલ્સ 1962 ની કલમ 114 – B ની જોગવાઈઓ અનુસાર અપેક્ષિત દસ્તાવેજો જરૂરી હશે.

viii. પ્રસ્તુતકર્તાઓને માન્ય રકમ જમા કરવાની બાકી રાખીને પ્રાપ્તિની રસીદ જારી કરવામાં આવશે.

ix. 9 નવેમ્બર 2016 અને 30 ડીસેમ્બર 2016 વચ્ચે પ્રસ્તુતકર્તા વિદેશમાં હતા, ખાતું કે. વાય. સી. અનુપાલિત છે, અન્ય શરતોનું પરિપાલન થવાથી અને રજૂ કરેલ નોટોની અસલીયત ની ચોકસાઈ કરીને પ્રસ્તુતકર્તાની જાણ હેઠળ માન્ય રકમ ખાતામાં જમા કરવામાં આવશે.

b. બિન – નિવાસી ભારતીયો: (એન. આર. આઈ.)

i. માત્ર તે જ એન. આર. આઈ. કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 ના સમયગાળા દરમ્યાન ભારતમાં ઉપસ્થિત ન હતા તેઓ સવલતની મુદત દરમ્યાન માત્ર એકજ વાર આ સવલત પ્રાપ્ત કરવા હકદાર હશે.

ii. પ્રસ્તુતીઓ Annex – 2 પ્રમાણે ટેન્ડર ફોર્મ સાથે રજૂ કરવી પડશે.

iii. સંબંધિત ફેમા નિયમો અનુસાર નોટો ભારત બહાર ક્યારે લઇ જવામાં આવી હતી. તેના આધારે પ્રસ્તુતીઓ વ્યક્તિ દીઠ મહત્તમ રૂપિયા 25,000/- સુધી પ્રતિબંધિત હશે.

iv. વ્યક્તિની દેશમાં 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 ના સમય દરમ્યાન ગેર હાજરી ના પુરાવા તરીકે ઈમિગ્રેશન ના સ્ટેમ્પ સાથેની પાસપોર્ટ ની નકલ રજૂ કરવી જોઈ. મૂળ પાસપોર્ટ આરબીઆઈ ના કાઉન્ટર પર ચકાસણી માટે રજૂ કરવો પડશે.

v. 30 ડીસેમ્બર 2016 પછી રેડ ચેનલ મારફત આગમન સમયે એસ. બી. એન. ની, વિગતો તથા તેના મૂલ્ય સાથે, આયાત દર્શાવતું ભારતીય કસ્ટમ્સે જારી કરેલ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે.

vi. 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન એસ. બી. એન. ડીપોઝીટ કરેલ ન હતી તેની સાબિતી તરીકે ભારતમાંની તમામ બેંક ખાતાઓ ના સ્ટેટમેન્ટની નકલો.

vii. આઈટી રૂલ્સ 1962 ની કલમ 114 – B ની જોગવાઈઓ અનુસાર અપેક્ષિત દસ્તાવેજો જરૂરી હશે.

viii. પ્રસ્તુતકર્તાઓને માન્ય રકમ જમા કરવાની બાકી રાખીને પ્રાપ્તિની રસીદ જારી કરવામાં આવશે.

ix. 9 નવેમ્બર 2016 અને 30 ડીસેમ્બર 2016 વચ્ચે પ્રસ્તુતકર્તા વિદેશમાં હતા, ખાતું કે. વાય. સી. અનુપાલિત છે, અન્ય શરતોનું પરિપાલન થવાથી અને રજૂ કરેલ નોટોની અસલીયત ની ચોકસાઈ કરીને પ્રસ્તુતકર્તાની જાણ હેઠળ માન્ય રકમ ખાતામાં જમા કરવામાં આવશે.

4. અવધિ / સમયગાળો:

આ સવલત રહીશો માટે 2 જાન્યુઆરી 2017 થી 31 માર્ચ 2017 સુધી અને એન. આર. આઈ. માટે 2 જાન્યુઆરી 2017 થી 30 જૂન 2017 સુધી ખુલ્લી રહેશે.

5. અભ્યાવેદન:

કોઇપણ વ્યક્તિ જે રિઝર્વ બેન્કના પ્રસ્તુત કરેલી એસબીએન નું મૂલ્ય જમા કરવાના ઇન્કાર થી પીડિત હોય તે આ પ્રકારના ઇન્કાર સંબંધી સૂચના ના ચૌદ દિવસ ની અંદર રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ને અપીલ કરી શકે છે.

આવું અભ્યાવેદન સેન્ટ્રલ બોર્ડ, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેક્રેટરી ડીપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ઓફીસ બીલ્ડીંગ, 16 મો માળ, શહીદ ભગતસિંહ માર્ગ, મુંબઈ 400001 ને સંબોધિત કરી શકશે. આવું અભ્યાવેદન મેઈલ કરી શકાશે.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?