<font face="mangal" size="3">પેમેન્ટ બેંકો માં ગ્રાહક નાં ખાતાઓમાં બેલેન - આરબીઆઈ - Reserve Bank of India
પેમેન્ટ બેંકો માં ગ્રાહક નાં ખાતાઓમાં બેલેન્સ પર મર્યાદા -અન્ય બેન્કો સાથેની સ્વીપ આઉટ વ્યવસ્થા
આરબીઆઇ/2016-17/329 જૂન 29, 2017 પેમેન્ટ બેંકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ મૅડમ / પ્રિય સાહેબ, પેમેન્ટ બેંકો માં ગ્રાહક નાં ખાતાઓમાં બેલેન્સ પર મર્યાદા -અન્ય બેન્કો સાથેની સ્વીપ આઉટ વ્યવસ્થા પેમેન્ટ્સ બેંકો ('ઓપરેટિંગ માર્ગદર્શિકા') માટે, તારીખ ઓક્ટોબર 6, 2016 નાં રોજ જારી કરેલ ઓપરેટિંગ માર્ગદર્શિકાઓના ફકરા 7 (i) નો સંદર્ભ લો જેમા નિયત મર્યાદાથી વધુ રકમ ને અનુસુચિત કોમર્શિયલ બેંક, / નાની ફાઇનાન્સ બેંક માં (એસ.એફ.બી) માં તે ગ્રાહક માટે ખોલેલ ખાતામાં સ્વેપ કરવા માટે વ્યવસ્થા કરવા પેમેન્ટ્સ બેંકો ને પરવાનગી આપવામાં આવી હતી 2. પેમેન્ટ બેન્કો પાસેથી મળેલી ટિપ્પણીઓ / દરખાસ્તોના આધારે, અને પેમેન્ટ બેંક મોડેલના નાણાકીય સમાવેશ હેતુને ધ્યાનમાં રાખીને, નીચેની સૂચનાઓનું પાલન કરવું જોઈએ: (i) પેમેન્ટ બેંક (PBs) ને અન્ય બેન્કોના બિઝનેસ કોરસપોન્ડન્ટ (BC) તરીકે કામ કરવાની પરવાનગી છે. BC ની વ્યવસ્થા હેઠળ અને ગ્રાહકની ચોક્કસ અથવા સામાન્ય પૂર્વ સંમતિ સાથે, પીબી બીજા દ્વારા તેમના ખાતામાં જમા કરાયેલા ભંડોળને અન્ય પાત્ર (eligible) બેંક માં તેના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે જેથી કરીને પીબી સાથેના તેના ખાતામાં બાકીની રકમ ₹ 100,000, અથવા તેના દ્વારા નિર્દિષ્ટ કરેલી એવી કોઇ પણ ઓછી રકમ થી વધુ ન હોય. (ii) કોઈપણ સમયે, ટ્રાન્સફરી બેંક સહીત અન્ય કોઈપણ બેંકમાં ગ્રાહકના ખાતામાં ઉપલબ્ધ ભંડોળ ને ઓપરેટ કરવા કે રીઅલ-ટાઇમ એક્સેસ લેવા PB પાસે અધિકારો નહીં હોય. જો કે, એક બેંકનાં બીસી (BC) તરીકે, પીબીસ (PBs) જે બેન્કના તે બીસી છે તે બેન્કનાં ખાતામાંથી ગ્રાહક દ્વારા ટ્રાન્સફર અને ઉપાડ માટે ની સગવડ કરી શકે છે. સ્પષ્ટતા માટે તે પુનરુચ્ચારણ કરવામાં આવે છે કે PBs, પાવર ઓફ એટર્ની અથવા સામાન્ય સંમતિ હેઠળ અન્ય બેંક માં રહેલ ગ્રાહકના ખાતામાં કોઈ ડેબિટ વ્યવહારો શરૂ કરશે નહીં. (iii) અન્ય કોઇ બેંક સાથેના ગ્રાહકના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સના આધારે અથવા અન્યથા કોઈ પીબી (PBs) તેના ગ્રાહકો માટે ઇન્ટ્રાડે ભંડોળની સુવિધાની વ્યવસ્થા નહીં કરે અને તેનો લાભ લઈ શકશે નહીં. (iv) PBs એ, જ્યારે ડિપોઝિટ / ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ગ્રાહકની રૂપરેખા (profile) સાથે સુસંગત નાં હોય ત્યારે એવા શંકાસ્પદ વ્યવહારો ઓળખવા અને જાણ કરવા માટે તેમના ગ્રાહકોના ખાતાઓ પર નજર રાખવી જરૂરી છે, 3. આ સૂચનાઓ, હાલની ઓપરેટિંગ માર્ગદર્શિકા ઉપરાંત છે અને તાત્કાલિક અસરથી અમલમાં છે. તમારો વિશ્વાસુ, (સૌરવ સિંહા) |