<font face="mangal" size="3px">સોવેરીન સુવર્ણ બોન્ડ, 2017-18 - શ્રેણી - II - ઓપરેશનલ માર્ - આરબીઆઈ - Reserve Bank of India
સોવેરીન સુવર્ણ બોન્ડ, 2017-18 - શ્રેણી - II - ઓપરેશનલ માર્ગદર્શિકા
RBI/2017-18/18 06 જુલાઈ, 2017 ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન/મેડમ, સોવેરીન સુવર્ણ બોન્ડ, 2017-18-શ્રેણી-II- ઓપરેશનલ માર્ગદર્શિકા આમાં સરકારી અધિસૂચના F. ક્રમાંક:4(20)-B/(W&M)/2017 અને આર.બી.આઈ. ના સોવેરીન સુવર્ણ બોન્ડ, 2017-18-શ્રેણી-II પર ના તારીખ 06 જુલાઇ, 2017 ના પરિપત્ર IDMD.CDD.ક્રમાંક:28/14.04.050 /2017-18 નો સંદર્ભ છે. આ સંદર્ભ માં વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અમારી વેબ સાઇટ (www.rbi.org.in) ઉપર મૂકવામાં આવેલ છે. આ યોજના ના સંદર્ભમાં ઓપરેશનલ માર્ગદર્શિકા નીચે આપવામાં આવેલ છે. 1. અરજી 10 જુલાઇ, 2017 થી 14 જુલાઇ, 2017 વચ્ચે બેન્ક ના સામાન્ય કામકાજ ના સમય દરમ્યાન શાખાઓ માં રોકાણકારો પાસેથી અરજીપત્રકો સ્વીકારવામાં આવશે. અપૂર્ણ અરજીઓ અસ્વીકાર થવા ને પાત્ર હોઇ, (અરજી) સ્વીકારનાર કાર્યાલયો એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે અરજી ઓ બધીજ રીતે સંપૂર્ણ હોય. જરૂરી હોય ત્યાં અરજદારો પાસેથી વધારાની સંબંધિત માહિતી મેળવવાની રહેશે. ગ્રાહક ને સારી સેવાઓ પૂરી પાડવા માટે (હિતમાં), રોકાણકારો ઓનલાઈન અરજી કરી શકે તે માટે (ભરણું) સ્વીકારનાર કાર્યાલયો એ ગોઠવણ (વ્યવસ્થા) કરવાની રહેશે. 2. સંયુક્ત હોલ્ડિંગ અને નોમિનેશન એક કરતાં વધારે (બહુવિધ) સંયુક્ત ધારકો અને નોમિનેશનસ (પ્રથમ ધારક ના) ની પરવાનગી છે. જરૂરી વિગતો પ્રસ્થાપિત પ્રથા મુજબ અરજદાર પાસેથી મેળવી શકાશે. 3. તમારા ગ્રાહક ને જાણો (KYC) ની જરૂરિયાત તમારા ગ્રાહક ને જાણો ના ધોરણો ફિઝિકલ સ્વરૂપે થતી સોનાની ખરીદી જેવાજ રહેશે. ઓળખ દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ, પરમેનંટ એકાઉન્ટ નબર (PAN) કાર્ડ, મતદાર ઓળખ પત્ર, આધાર કાર્ડ જરૂરી છે. ફક્ત સગીર ના કિસ્સામાં બેન્ક નો ખાતા નંબર “તમારા ગ્રાહક ને જાણો” ના સત્યાપન માટે માન્ય ગણાશે. જારી કરનાર બેન્કો /SHCIL કાર્યાલયો /પોસ્ટ ઓફિસો/એજન્ટો કે.વાય.સી. કરવાના (મેળવવા ના) રહેશે. 4. અરજી ની રકમ પર વ્યાજ અરજદારો ને ચુકવણી ની તારીખ થી પતાવટ ની તારીખ એટલેકે જે સમયગાળા માટે તેમનું ભંડોળ તેમની પાસે નહીં હોય (વપરાયું હશે) તેની પર બેંક બચત ખાતા ના પ્રવર્તમાન દરે વ્યાજ ચૂકવવામાં આવશે. અરજદાર નું બેન્ક ખાતું (ભરણું) સ્વીકારનાર બેંકમાં ન હોય તેવા કિસ્સામાં વ્યાજ અરજદારે આપેલ વિગત પ્રમાણે ના ખાતા માં ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા જમા કરાવવાનું રહેશે. 5. કેન્સલેશન ઇશ્યૂ બંધ થતાં સુધી એટલે કે 14 જુલાઇ 2017 સુધી અરજી રદ કરાવવાની પરવાનગી છે. ગોલ્ડની ખરીદી માટે રજૂ કરાયેલ અરજી આંશિક રૂપે રદ કરવાની પરવાનગી નથી. 6. બોજા ની નોંધણી બોન્ડ સરકારી સિક્યોરિટી હોવાથી બોજા વિગેરે ની નોંધ ગવર્નમેન્ટ સિક્યોરિટી એક્ટ, 2006 અને એ અંતર્ગત બનાવવામાં આવેલ નિયમો અનુસાર હાલની કાનૂની જોગવાઈઓ પ્રમાણે રહેશે. 7. એજન્સી વ્યવસ્થા શિડ્યુલ વાણિજ્ય બેન્કો NBFCs, NSC એજન્ટો ને તેમના વતી અરજી ફોર્મ સ્વીકારવા/ભેગા કરવા માટે નીમી શકે છે. બેંકો આવી સંસ્થાઓ સાથે ગોઠવણ અથવા જોડાણ કરી શકે છે. વિતરણ કરવા માટે કમિશન, ભરણું સ્વીકારનાર કચેરીઓ એ સ્વીકારેલ અરજીઓ દ્વારા , તેમણે સ્વીકારેલ કુલ ભરણા ઉપર રૂપિયો એક પ્રતિ રૂપિયા સો ના દરે દલાલી ચૂકવવામાં આવશે અને ભરણું સ્વીકારનાર કચેરીઓ એ તેમાંથી ઓછામાં ઓછી 50% દલાલી એજન્ટ અથવા સબ એજન્ટ સાથે તેમના દ્વારા ધંધો લાવવા માટે વહેંચવાની રહેશે. 8. RBI ની ઇ-કુબેર સિસ્ટમ મારફત પ્રોસેસિંગ સુવર્ણ બોન્ડ્સ, શિડ્યુલ વાણિજ્ય બેન્કો ની શાખાઓ અને નિયુક્ત કરાયેલ પોસ્ટ ઓફિસો માટે RBI ની ઇ-કુબેર સિસ્ટમ પર ઉપલબ્ધ થઈ શકશે. ઇંફીનેટ અથવા ઇન્ટરનેટ મારફત ઇ-કુબેર સિસ્ટમ ઍક્સેસ કરી શકાય છે. ભરણું સ્વીકારનાર કાર્યાલયોએ તેમણે સ્વીકારેલ ભરણા ની ડેટા એન્ટ્રી અથવા ‘બલ્ક અપલોડ’ કરવા નું જરૂરી છે. તેઓ એ અજાણતા થતી કોઈપણ ભૂલની ઘટનાઓ ને રોકવા માટે ડેટા એન્ટ્રી ની ચોકસાઇ ની ખાત્રી કરાવાની રહેશે. તેમને અરજી માળ્યાની પુષ્ટિ તાત્કાલિક પૂરી પાડવામાં આવશે. (ભરણું) સ્વીકાર કરનાર કાર્યાલયોને તેમનો ડેટા બેઝ અપડેટ કરી શકે તે માટે તેમણે અપલોડ કરેલ ફોર્મ માટે પુષ્ટિ સ્ક્રોલ (confirmation scroll) પૂરો પાડવામાં આવશે. ફાળવળી ની તારીખ એટલે કે 28 જુલાઇ, 2017 ના રોજ મળેલ તમામ ભરણા માટે એકમાત્ર / મુખ્ય ધારક ના નામે સર્ટિફિકેટ ઓફ હોલ્ડિંગ બનવામાં (generaતe) આવશે. ભરણું સ્વીકારનાર કાર્યાલયો તેને ડાઉનલોડ કરી ને તેની પ્રિન્ટઆઉટ લઈ શકશે. જે રોકાણકારોએ તેમના ઇ-મેઈલ પૂરા પાડ્યા છે તેમને પણ ઇ-મેઈલ દ્વારા સર્ટિફિકેટ ઓફ હોલ્ડિંગ મોકલવામાં આવશે. જો અરજીમાં આપેલ વિગત તેમની ડીપોઝિટરી ની વિગત સાથે મેળખાતી હશે તો યોગ્ય સમયે ડિપોઝિટરી દ્વારા તેમના ડી-મેટ ખાતામાં સર્ટિફિકેટ ઓફ હોલ્ડિંગ જમા કરવામાં આવશે. 9. સર્ટિફિકેટ ઓફ હોલ્ડિંગ નું મુદ્રણ A-4 સાઇઝ 100 gms ના કાગળ પર હોલ્ડિંગનું પ્રમાણપત્ર રંગીન મુદ્રણ કરવાનું જરૂરી છે. 10. સર્વિસ અને ફોલો અપ ગ્રાહકોની માલિકી ભરણું સ્વીકારનાર કાર્યાલયો એટલે કે શિડ્યુલ વાણિજ્ય બેંકોની શાખાઓ. નિયુક્ત પોસ્ટ ઓફિસો, SCHIL અને સ્ટોક એક્ષ્ચેંજો (NSE Ltd અને BSE) ની રહેશે અને બોન્ડ ને લગતી જરૂરી સેવાઓ, જેવી કે સંપર્ક માહિતી અપડેટ કરવી, મુદત પહેલાં નું એન-કેશમેટ વગરે પૂરી પાડશે. બોન્ડ પાકે અને તેની પુનઃચૂકવણી થતાં સુધી સ્વીકારનાર કાર્યાલયોએ અરજીઓ સાચવવી પડશે. 11. ટ્રેડેબિલિટી ભારતીય રિઝર્વ બેન્ક સૂચિત કરે તે તારીખ થે બોન્ડ નો વ્યાપાર થઈ શકશે. (નોંધ લેશો કે ફક્ત ડિપોઝિટરી માં ડી-મેટ કરાયેલ બોન્ડ્સ નો જ વ્યાપાર થી શકશે. 12. સંપર્ક માહિતી કોઈપણ સવાલ/સ્પષ્ટતા માટે નીચે જણાવે કડી પર ઇ-મેઈલ મોકલો. (a) સોવરીન સુવર્ણ બોન્ડ ને લગતી: અહી ક્લિક કરો અને ઇ-મેઈલ મોકલો. (b) ઇન્કમ ટેક્ષ સંબંધી : અહી ક્લિક કરો અને ઇ-મેઈલ મોકલો. આપનો આજ્ઞાંકિત, (શાયની સુનિલ) |