RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

115406345

ભારતીય રિઝર્વ બેંકે મહેમદાવાદ અર્બન પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., મહેમદાવાદ, જી. ખેડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, મહેમદાવાદ અર્બન પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., મહેમદાવાદ, જી. ખેડા, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹60,000 (રૂપિયા સાઈઠ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અને શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર તેમજ વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે, આરબીઆઈને એમ જાણવામાં આવ્યું કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

બેંક નીચેની બાબતોમાં નિષ્ફળ રહી હતી:

  1. ત્રણ સીઆઈસી (CICs)ને માહિતી (data) પ્રસ્તૂત કરવામાં અને એક સીઆઈસીને અપૂરતી માહિતી પ્રસ્તૂત કરી હતી, અને
  2. ન્યૂનતમ છ મહિનામાં એક વખત ખાતાઓના જોખમ આધારિત સંવર્ગીકરણની સામયિક સમીક્ષા (risk categorization) કરવામાં.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

 

(પુનીત પંચોલી
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/1426

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?