RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133697049

ભારતીય રિઝર્વ બેંકે ધી આમોદ નાગરીક કો-ઑપરેટીવ બેંક લિ., આમોદ, જીલ્લો ભરૂચ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 13, 2024ના આદેશ દ્વારા, ધી આમોદ નાગરીક કો-ઑપરેટીવ બેંક લિ., આમોદ, જીલ્લો ભરૂચ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) માનદંડ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

બેંકે:

  1. બેંકના નિર્દેશકના સગાંને લૉન મંજૂર કરી હતી અને એવા કિસ્સામાં પણ લૉન મંજૂર કરી હતી જેમાં નિર્દેશકના સગાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા; અને

  2. નિર્ધારિત સમય મર્યાદામાં કેટલાક ગ્રાહકોના ખાતાના કેવાયસી રેકર્ડ કેન્દ્રીય કેવાયસી રેકર્ડ રજીસ્ટ્રી પર અપલૉડ કરવામાં નિષ્ફળ રહી હતી.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી)     
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/1553

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?