ભારતીય રિઝર્વ બેંકે ધી જંબુસર પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., જી. ભરૂચ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી જંબુસર પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., જી. ભરૂચ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, ધી જંબુસરપીપલ્સકો-ઑપરેટીવબેંકલિ., જી. ભરૂચ, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10,000 (રૂપિયા દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ, 2023નારોજબેંકનીનાણાકીયસ્થિતિનાસંદર્ભમાંભારતીયરિઝર્વબેંકદ્વારાબેંકનુંવૈધાનિકનિરીક્ષણ(statutory inspection) કરવામાંઆવ્યુંહતું. ભારતીય રિઝર્વ બેંકનાનિર્દેશોનાઉલ્લંઘનસંબંધિતપર્યવેક્ષણીયતારણો(supervisory findings) અનેતેસંદર્ભમાંકરવામાંઆવેલાસંબંધિતપત્રવ્યવહારનાઆધારે, બેંકને એક નોટિસ લજારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર તેમજ વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે, ભારતીય રિઝર્વ બેંકને એમ જાણવામાં આવ્યું કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંક ત્રણ સીઆઈસી (CICs)ને માહિતી (data) પ્રસ્તૂત કરવામાં નિષ્ફળ રહી હતી. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (મુખ્ય મહાપ્રબંધક) પ્રેસ જાહેરાત: 2024-2025/1424 |