ભારતીય રિઝર્વ બેંકે ધી કપડવંજ પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, ખેડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ. - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી કપડવંજ પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, ખેડા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.
ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ નવેમ્બર 18, 2024ના આદેશ દ્વારા, ધી કપડવંજ પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, ખેડા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 26એ સાથે પઠિત કલમ 56ની જોગવાઈઓના ઉલ્લંઘન માટે તેમજ ‘થાપણો પર વ્યાજનો દર’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. માર્ચ 31, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. વૈધાનિક જોગવાઈઓના ઉલ્લંઘન / આરબીઆઈના નિર્દેશોના અનનુપાલન અને તે સંબંધિત પત્રવ્યવહારના અંગેના પર્યવેક્ષણીય તારણોના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈને જાણવામાં આવ્યું કે અન્ય બાબતોની સાથે બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1578 |