ભારતીય રિઝર્વ બેંકે ધી રાંદેર પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી રાંદેર પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, ધી રાંદેરપીપલ્સકો-ઑપરેટીવબેંકલિ., સૂરત, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 સાથે કલમ 26એને વાંચતાં તે હેઠળની જોગવાઇઓ ના ઉલ્લંઘન અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ, 2023નારોજબેંકનીનાણાકીયસ્થિતિનાસંદર્ભમાંભારતીયરિઝર્વબેંકદ્વારાબેંકનુંવૈધાનિકનિરીક્ષણ(statutory inspection) કરવામાંઆવ્યુંહતું. વૈધાનિકજોગવાઈના/ ભારતીય રિઝર્વ બેંકનાનિર્દેશોનાઉલ્લંઘનસંબંધિતપર્યવેક્ષણીયતારણો(supervisory findings) અનેતેસંબંધિતપત્રવ્યવહારનાઆધારે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને બેંકિંગ વિનિયમન અધિનિયમની જોગવાઈઓ તેમજ ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર તેમજ વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે, ભારતીય રિઝર્વ બેંકને એમ જાણવામાં આવ્યું કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1425 |