RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129695446

ભારતીય રિઝર્વ બેંકે ધી સાઠમ્બા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., અરવલ્લી, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 05 નવેમ્બર, 2024ના આદેશ દ્વારા, ધી સાઠમ્બા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., અરવલ્લી, ગુજરાત (બેંક) પર ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023નારોજબેંકનીનાણાકીયસ્થિતિનાસંદર્ભમાંભારતીયરિઝર્વબેંકદ્વારાબેંકનુંવૈધાનિકનિરીક્ષણ(statutory inspection) કરવામાંઆવ્યુંહતું. ભારતીય રિઝર્વ બેંકનાનિર્દેશોનાઉલ્લંઘનસંબંધિતપર્યવેક્ષણીયતારણો(supervisory findings) અનેતેસંબંધિતપત્રવ્યવહારનાઆધારે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર તેમજ વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે, ભારતીય રિઝર્વ બેંકને એમ જાણવામાં આવ્યું કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

બેંકે 

i. તેના ગ્રાહકોના કેવાયસીનું જોખમ આધારિત અદ્યતનીકરણ કર્યું નહોતું, અને
ii. ન્યૂતમ છ મહિનામાં એક વખત ખાતાઓના જોખમ સંવર્ગીકરણ (risk categorization of accounts)ની સમીક્ષા કરી નહોતી.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ  કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/1478

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?