ભારતીય રિઝર્વ બેંકે શ્રી કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે શ્રી કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
21 ઓગષ્ટ 2023 ભારતીય રિઝર્વ બેંકે શ્રી કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા (ગુજરાત) પર ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 11 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, શ્રી કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે જે ધીરાણ આપ્યું હતું તેમાં બેંકના એક નિર્દેશકના જીવનસાથી જામીન / ગેરંટીકર્તા તરીકે ઊભા રહ્યા હતા. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/786 |