ભારતીય રિઝર્વ બેંકે ધી કચ્છ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., રાપર, જિ. કચ્છ ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ. - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી કચ્છ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., રાપર, જિ. કચ્છ ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.
ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 30 નવેમ્બર, 2023ના આદેશ દ્વારા, ધી કચ્છ મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., રાપર, જિ. કચ્છ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘સાંકેતિક સદસ્યતા સંબંધિત નીતિ અને આચાર (policy and practice regarding nominal membership)’ સાથે પઠિત ‘એક્સપોઝર માનદંડો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો (exposure norms and statutory / other restrictions - UCBs) – શહેરી સહકારી બેંકો (યુસીબી)’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) વિવેકપૂર્ણ આંતરબેંક સકલ એક્સપોઝર મર્યાદા (prudential inter-bank total exposure limit)વિવેકપૂર્ણ આંતરબેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદા (prudential inter-bank counter-party exposure limit)નું ઉલ્લંઘન કર્યું હતું, અને (ii) સાંકેતિક સદસ્યો (nominal members)ને ધિરાણો મંજુર કર્યા હતાં. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.
બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.
(યોગેશ દયાલ) પ્રેસ જાહેરાત: 2023-2024/1530
|