<font face="mangal" size="3">કાર્ડ હાજર વ્યવહારો માટે આધાર આધારિત પ્રમાણ - આરબીઆઈ - Reserve Bank of India
કાર્ડ હાજર વ્યવહારો માટે આધાર આધારિત પ્રમાણીકરણ
RBI/2016-17/170 02 ડીસેમ્બર 2016 ચેરમન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ પ્રિય મહોદયા / મહોદય, કાર્ડ હાજર વ્યવહારો માટે આધાર આધારિત પ્રમાણીકરણ અમારા તારીખ 29 સપ્ટેમ્બર 2016 ના પરિપત્ર circular DPSS.CO.PD.No.892/02.14.003/2016-17 ના સંદર્ભ તરફ ધ્યાન દોરવામાં આવે છે કે જેમાં બેંકો ને એ સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવેલું કે 01 જાન્યુઆરી 2017 થી પ્રયોગ માં લેવાયેલા તમામ નવા કાર્ડ હાજર સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ નો પણ ઉપયોગ કરીને ચુકવણી ના વ્યવહારો ના પ્રોસેસિંગ માટે સક્ષમ બનાવવામાં આવે. 2. અમારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે આવા આધાર અધિકૃત ઉપકરણો ની માંગ અને પુરવઠામાં અસમાનતા ના કારણે સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રયોગ માં / ઉપયોગ માં લેવાનો દર ધીમો પડ્યો છે. તેથી, સમીક્ષાના અંતે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે આધાર અધિકૃત ઉપકરણો ને પ્રયોગ માં / ઉપયોગ માં લેવાનો સમય 30 જૂન 2017 સુધી લંબાવવામાં આવે. જો કે, બેંકો ઉપર ની સૂચનાઓ ના અનુપાલન ને સુનિશ્ચિત કરવા માટે જરૂરી હોય તેવી હોસ્ટ-એન્ડ, નેટવર્કલેવલ અને ઉપકરણો ની તૈયારી જેવા ફેરફારો સહિત આવશ્યક વ્યવસ્થાઓ કરવાનું ચાલુ રાખે. 3. વધુમાં, એ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે અમારા તારીખ 29 સપ્ટેમ્બર 2016 માં સમાવિષ્ટ સૂચનાઓ નવા કાર્ડ સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના પ્રયોગ માટે ની છે. વર્તમાન કાર્ડ સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ નો ઉપયોગ કરીને ચુકવણી ના વ્યવહારો ના પ્રોસેસિંગ માટે સક્રિયકરણ બાબતે, યોગ્ય સમય માં સમય રેખા જણાવવામાં આવશે. 4. આ ડાયરેકટીવ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 (એક્ટ 51 ઓફ 2007) ની કલમ 10(2), કલમ 18 સાથે વંચાણમાં લેતાં, હેઠળ જારી કરવામાં આવ્યો છે. 5. કૃપયા આ પરિપત્ર ની પ્રાપ્તિ સુચના મોકલો આપની વિશ્વાસુ, (નંદા એસ. દવે) |