<font face="mangal" size="3">અભ્યુદય મહિલા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, & - આરબીઆઈ - Reserve Bank of India
અભ્યુદય મહિલા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, ચન્નાપટના, કર્નાટક ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : જુન 05, 2018 અભ્યુદય મહિલા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, ચન્નાપટના, કર્નાટક ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો, તેમના સગા સમ્બંધીઓ અને તેમનું જેમાં હિત શંકળાયેલું હોય તેવી પેઢી કે તેવા એકમો ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના તારીખ 29 એપ્રિલ 2003 ના સર્ક્યુલર નં. બીપીડી સર્ક્યુલર 50/13.05.00/2002-03 ના ફકરા નં. 3 માં દર્શાવેલી સુચનાઓ ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અભ્યુદય મહિલા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, ચન્નાપટના, કર્નાટક ઉપર રૂ. 1,00,000/-(અંકે રૂપિયા એક લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે વ્યક્તિગત સુનાવણી ની માંગણી કરેલી. આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં કરેલ રજૂઆત ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/3182 |