<font face="mangal" size="3px">સિક્કાની સ્વીકૃતિ</font> - આરબીઆઈ - Reserve Bank of India
સિક્કાની સ્વીકૃતિ
આરબીઆઇ/2017-18/132 ફેબ્રુઆરી 15, 2018 ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર / માનનીય શ્રી સિક્કાની સ્વીકૃતિ નોટ અને સિક્કાઓ બદલવા ની સુવિધા માટે અમે 03 જુલાઈ, 2017 ના અમારા માસ્ટર સર્ક્યુલર DCM (NE) નંબર જી -1/08.07.18/2017-18 ના ફકરા 1 (ડી) ના સંદર્ભમાં આપનું ધ્યાન દોરીએ છીએ જેમાં સૂચિત કરવામાં આવ્યું હતું કે કોઈ પણ બેંકની શાખાઓએ તેમના કાઉન્ટર્સ પર રજૂ થયેલ નાના મૂલ્યની નોટો / સિક્કાઓ સ્વીકારવા માટે ના પાડવી જોઈએ નહી. આમ છતાં બેંકની શાખાઓ દ્વારા સિક્કાઓનો અસ્વીકાર કરવાની ફરિયાદો રિઝર્વ બેંકને મળી રહી છે. જાણવા મળ્યા પ્રમાણે આ પ્રકારની સેવાની અસ્વીકૃતિને લીધે દુકાનદારો અને નાના વેપારીઓ વગેરે તેમણે વેચેલ માલ અને આપેલ સેવાઓની ચુકવણી માટે સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને તેથી જાહેર જનતા માટે અસુવિધા ઉભી થઇ રહી છે. આથી, તમારી બધી શાખાઓને તેમના કાઉન્ટર પર વિનિમય માટે અથવા ખાતાંમાં જમા કરવા માટે રજૂ કરેલા તમામ મૂલ્યના સિક્કાઓ સ્વીકારવા માટે તાત્કાલિક દિશા નિર્દેશ જારી કરવા માટે તમને ફરી એકવાર સૂચિત કરવામાં આવે છે. 2. વધુમાં, અમે સૂચિત કરીએ છીએ કે ખાસ કરીને ₹1 અને ₹2 ના સિક્કા સ્વીકારવા માટે વજનની પધ્ધતિનો (weightment) ઉપયોગ કરવો એ વધુ પસંદગીય રહેશે. જો કે, દરેક પોલીથીનની થેલીઓમાં પેક કરેલા 100 સિક્કા સ્વીકારવા એ કેશિયર તેમજ ગ્રાહકો માટે વધુ અનુકૂળ રહેશે. આવી પોલીથીનની થેલીઓ કાઉન્ટર પર રાખીને ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી શકાય છે. જાહેર માહિતી માટે આ અંગેની નોટિસ શાખાના મકાનની અંદર તેમજ બહાર પણ યોગ્ય રીતે પ્રદર્શિત થઈ શકે છે. 3. શાખાઓમાં સિક્કાઓના સંગ્રહની સમસ્યાના નિરાકરણ માટે, આ સિક્કા પ્રવર્તમાન કાર્યપદ્ધતિ મુજબ કરન્સી ચેસ્ટને મોકલી શકાય છે. આ રીતે કરન્સી ચેસ્ટમાં એકઠો થયેલો સ્ટોક પુનઃપરિભ્રમણના હેતુ માટે ઉપયોગમાં લેવો જોઈએ. જો માંગની અછત ને લીધે આ સિક્કાઓનો સ્ટોક કરન્સી ચેસ્ટની સંગ્રહ ક્ષમતા કરતાં વધી જાય તો , આ સિક્કા મોકલવા માટે સર્કલના ઇશ્યૂ વિભાગનો સંપર્ક કરી શકાય છે. 4. શાખાઓ પર ‘અચાનક મુલાકાતો’ કરવા માટે કન્ટ્રોલિંગ કચેરીઓને સૂચિત કરવી જોઈએ અને આ અંગેના અનુપાલનની સ્થિતિની જાણ મુખ્ય કાર્યાલયને કરવી જોઈએ. મુખ્ય કાર્યાલય ખાતે રિપોર્ટ્સની સમીક્ષા થવી જોઈએ, અને જ્યાં જરૂરી હોય ત્યાં, તાકીદે ઉપાયલક્ષી પગલાં લેવામાં આવવા જોઈએ. 5. આ સંબંધમાં કોઈ પણ બિન-અનુપાલન ને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલા સૂચનોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવશે અને સમય સમય પર લાગુ પડતાં દંડાત્મક પગલાં સહિતની કાર્યવાહી કરવામાં આવશે. 6. કૃપા કરીને પ્રાપ્તિ સૂચના મોકલશો. આપની વિશ્વાસુ (ઉમા શંકર) |