<font face="Mangal" size="3">10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃ - આરબીઆઈ - Reserve Bank of India
10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ
તારીખ: 21 નવેમ્બર 2016 10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે. બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 18 નવેમ્બર 2016 સુધી આવો વિનિમય/ ડીપોઝીટ ની રકમ રૂ. 544571 કરોડ (વિનિમય ની રકમ રૂ. 33006 કરોડ અને ડીપોઝીટ ની રકમ રૂ. 511565 કરોડ) થઇ. તેઓએ એમ પણ રિપોર્ટ કર્યો કે જનતા એ આ સમય દરમ્યાન તેમના ખાતાઓમાંથી કાઉન્ટર પર અથવા ATM મારફતે રૂ. 103316 કરોડ નો ઉપાડ કરેલો છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1265 |