આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રકાશનમાં થયેલી જાહેરાત મુજબ પેમેન્ટસ બેન્કની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આશિષ દર્યાની પ્રેસ પ્રકાશન: 2017-2018/2275 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: