<font face="mangal" size="3">જીએસટી રીસીપ્ટ વ્યવહારો માટે નું એજન્સી કમીĒ - આરબીઆઈ - Reserve Bank of India
જીએસટી રીસીપ્ટ વ્યવહારો માટે નું એજન્સી કમીશન
આર.બી.આઈ./2017-18/95 નવેમ્બર 16, 2017 બધીજ એજન્સી બેંકો મહોદય / મહોદયા જીએસટી રીસીપ્ટ વ્યવહારો માટે નું એજન્સી કમીશન કૃપા કરીને એજન્સી બેંકો દ્વારા સરકારી વ્યવસાય ના સંચાલન માટે એજન્સી કમિશન ના દાવા મુજબ એજન્સી કમિશન ની ચુકવણી બાબત ના અમારા તારીખ જુલાઈ ૦1, 2017 ના માસ્ટર પરિપત્ર ના ફકરા નં. 15 નું અવલોકન કરો. 2. જીએસટી ફ્રેમવર્ક ના અમલ પછી ઉપર ના માસ્ટર પરિપત્ર ના ફકરા નં. 15 માં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . આ સુધારેલા ફકરા નં. 15 ને નીચે મુજબ વંચાણ માં લેવાશે : “ એજન્સી બેંકો એ કરેલા કેન્દ્ર સરકાર ના વ્યવહારો માટે ના એજન્સી કમિશન નો દાવો સુનિશ્ચિત ફોર્મેટ માં સી એ એસ નાગપુર ને મોકલવાનો રહેશે અને રાજ્ય સરકાર ના વ્યવહારો માટે નો દાવો રિઝર્વ બેંક ના જે તે ક્ષેત્રીય કાર્યાલય ને મોકલવાનો રહેશે .અલબત્ત , જીએસટી રીસીપ્ટ ના વ્યવહારો માટે ના એજન્સી કમીશન ના દાવા નું સેટલમેન્ટ માત્ર રિઝર્વ બેંક ના મુંબઈ ના ક્ષેત્રીય કાર્યાલય થી કરવામાં આવશે અને તે મુજબ જીએસટી એકત્રિત કરનારી બધીજ અધિકૃત એજન્સી બેંકો ને તેમના જીએસટી રીસીપ્ટ ના વ્યવહારો માટે ના એજન્સી કમીશન ના દાવા માત્ર મુંબઈ ના ક્ષેત્રીય કાર્યાલય ને મોકલવા ની સલાહ આપવામાં આવે છે. બધીજ એજન્સી બેંકો ને એજન્સી કમિશન નો દાવો કરવા માટે સુધારેલ ફોર્મેટ અને શાખા અધિકારી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સહી કરવા ના પ્રમાણપત્રો નો અલગ અને વિશિષ્ટ સમૂહ પરિશિષ્ઠ-૨ માં આપવામાં આવેલો છે. સામાન્ય રીતે દ્વારા પેન્શન એરીયર્સ જમા નહિ કરવા ના / રેગ્યુલર પેન્શન / તેનો એરીયર્સ જમા કરવામાં મોડું થવા માટે ઈ ડી /સી જી એમ (સરકારી વ્યવસાયના ચાર્જમાં હોય તે) દવારા આપવામાં આવતા પ્રમાણપત્ર ઉપરાંત આ પ્રમાણપત્રો આપવાના રહેશે . 3. આ માસ્ટર પરિપત્ર ની બીજી સૂચનાઓ અગાઉ જે હતી તેજ રહેશે. આપનો વિશ્વાસુ , (પાર્થ ચૌધરી) |