એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે
તારીખ: 23 નવેમ્બર 2016 એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડે તારીખ 23 નવેમ્બર 2016 થી પેમેન્ટસ બેંક તરીકે નો કારોબાર / પરિચાલન શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટસ બેંક નો ધંધો કરવા માટે લાયસન્સ આપેલું છે. તારીખ 19 ઓગસ્ટ 2015 ની પ્રેસ જાહેરાત માં જણાવ્યા અનુસાર, એરટેલ એમ કોમર્સ સર્વિસીઝ લીમીટેડ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેઓને પેમેન્ટસ બેંક સ્થાપવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી હતી. અનિરુધ્ધ ડી. જાદવ પ્રેસ પ્રકાશન: 2016-2017/1301 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: