<font face="mangal" size="3">બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અ& - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 04, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગતા જાહેર જનતા ના હિત માં અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ 1 એપ્રિલ 2013 તથા ત્યાર બાદ કરેલા નિર્દેશો, છેલ્લે 29 ડીસેમ્બર 2016 ના ઇસ્યુ કરેલ નિર્દેશો ની મુદત માં વધુ 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત નિર્દેશ કરવામાં આવેછે કે અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને વખતો વખત સુધરવામાં આવેલ તારીખ 1 એપ્રિલ 2013 ના નિર્દેશો, જેની માન્યતા છેલ્લે 4 જુલાઈ 2017 સુધી વધારવામાં આવેલી, તે નિર્દેશો સમીક્ષા ને આધીન, બેન્કને તારીખ 5 જુલાઈ 2017 થી 4 જાન્યુઆરી 2018 સુધી વધુ 6 મહિના સુધી લાગુ પડશે. આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો જેમ હતા તેમ જ રહેશે. આરબીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો નો મતલબ એ નથી કે આરબીઆઇએ, આ બેંક નું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેની નાણાકીય સ્થિતિ માં સુધારો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ સાથે બેન્કિંગ નો ધંધો ચાલુ રાખી શકશે. રિઝર્વ બેંક સંજોગો ને અધીન આ નિર્દેશો માં સુધારા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/27 |