<font face="mangal" size="3">અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બે&# - આરબીઆઈ - Reserve Bank of India
અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને જારી કરેલા અને વખતો વખત સુધારેલા 01 એપ્રિલ 2013 ના નિર્દેશો જે છેલ્લે 4 જાન્યુઆરી 2018 સુધી વધારવા માં આવેલા, તે સમીક્ષા કર્યા બાદ બેંક ને તારીખ 5 જાન્યુઆરી 2018 થી 4 જુલાઈ 2018 સુધી વધુ 6 મહિના સુધી લાગુ પડશે. આ સંદર્ભ ના નિર્દેશો ની બીજી શરતો જેમ હતી તેમજ રહેશે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/1834 |