<font face="mangal" size="3">અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ - બેંકિંગ & - આરબીઆઈ - Reserve Bank of India
અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ - બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) કલમ ૩૫-એ હેઠળ સર્વ-સમાવિષ્ટ નિયમનોનો વિસ્તાર
૪ જુલાઈ ૨૦૧૮ અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ - બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) કલમ ૩૫-એ હેઠળ સર્વ-સમાવિષ્ટ નિયમનોનો વિસ્તાર આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે, ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ઠ છે કે જાહેર હિતમાં અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ ને જારી કરેલ ૧ એપ્રિલ ૨૦૧૩ના નિર્દેશ સાથે વંચાતા અનુવર્તી નિર્દેશો, જેમાં છેલ્લો ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ જારી કરવામાં આવ્યો હતો, તેને અમલમાં રાખવાની અવધિનો સમયગાળો બીજા છ મહિના સુધી લંબાવવાની જરૂર છે. તદનુસાર, ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૩૫(એ) ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને આ સાથે આદેશ આપે છે કે અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ ને ૧ એપ્રિલ, ૨૦૧૩ના ના રોજ જારી કરવામાં આવેલ નિર્દેશ, જેમાં સમયાંતરે ફેરફાર કર્યા હતાં, જેની માન્યતા છેલ્લે ૪ જુલાઈ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હતી તે, સમીક્ષાને આધીન, ૫ જુલાઈ ૨૦૧૮ થી ૪ જાન્યુઆરી ૨૦૧૯ સુધી, બીજા છ મહિના સુધી અમલમાં રહેશે. સંદર્ભાધીન નિર્દેશ ના અન્ય નિયમો અને શરતો બદલાશે નહીં. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડેલા ઉપરના નિર્દેશોનો આપમેળે એ અર્થ નથી કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. ઉક્ત બેંક તેની નાણાકીય સ્થિતિમાં સુધારો નહીં કરે ત્યાં સુધી કેટલાક નિયંત્રણો સાથે બેંકિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખશે. ભારતીય રિઝર્વ બેંક સંજોગો મુજબ આ નિર્દેશોમાં ફેરફાર કરવા વિચારી શકે છે. અજીત પ્રસાદ |