અમાનત કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, બેંગલૂરુ – બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત સર્વ-સમાવેશી નિર્દેશનો વિસ્તાર
જાન્યુઆરી 02, 2019 અમાનત કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, બેંગલૂરુ – આથી આમ જનતાની જાણકારી માટે એમ અધિસૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ટ છે કે જનહિતમાં અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુને જારી કરવામાં આવેલ તારીખ એપ્રિલ 01, 2013 નો નિર્દેશ, તે પછીના અનુવર્તી નિર્દેશો સહિત જેમાં અંતિમ નિર્દેશ તારીખ જુલાઈ 02, 2018 ના રોજ જારી કરવામાં આવેલ, તે નિર્દેશના પરિચાલનની અવધિ વધુ છ મહિના માટે લંબાવવાની જરૂર છે. તદ્દનુસાર, ભારતીય રિઝર્વ બેંક, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) દ્વારા પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં આથી એમ નિર્દેશ કરે છે કે અમાનત કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, બેંગલૂરુને જારી કરેલ અને સમયે સમયે સુધારા કરવામાં આવેલ, તારીખ એપ્રિલ 01, 2013 નો નિર્દેશ કે જેની વૈધતા છેલ્લે તારીખ જાન્યુઆરી 04, 2019 સુધી લંબાવવામાં આવેલ હતી, તે હજી વધુ છ મહિના માટે એટલે કે જાન્યુઆરી 05, 2019 થી જુલાઈ 04, 2019 સુધી લાગૂ રહેશે. નિર્દેશમાં દર્શાવેલ અન્ય નિયમો અને શરતો યથાવત્ રહેશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને રિઝર્વ બેંક આ નિર્દેશમાં સુધારા કરવાનો વિચાર કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1537 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: