<font face="mangal" size="3">પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજે - આરબીઆઈ - Reserve Bank of India
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) ના અમલ માટેના નિયમોમાં સુધારો
ભારિબેં/2015-2016/437 અષાઢ 9, 1938 મુખ્ય કાર્યપાલક અધિકારી પ્રિય મહોદય / મહોદયા, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) ના અમલ માટેના નિયમોમાં સુધારો કૃપા કરીને પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) તથા પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય)ના અમલ માટેના તોરતરીકા (modalities) પરનો અમારો તારીખ 5 મે 2015 નો પરિપત્ર સબેંનિવિ.બીપીડી (પીસીબી)સર.સં. 20/12.05.001/2015-16 જુઓ. 2. ભારત સરકાર દ્વારા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) માટેના નિયમોની સમીક્ષા કરવામાં આવી છે અને સક્ષમ સત્તાતંત્ર દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું છે કે પીએમજેજેબીવાયના નિયમોમાં તારીખ 01 જૂન 2016 થી અસરમાં આવે તે રીતે એક તારણની કલમ (lien clause) નો સમાવેશ કરવો જેના અનુસાર નોંધણીની તારીખથી 45 દિવસની અંદર થયેલા મૃત્યુ માટેના દાવાની ચૂકવણી કરવામાં નહીં આવે જેનો અર્થ એમ થાય છે કે સભ્ય દ્વારા આ યોજનામાં નોંધણી કરાવ્યાની તારીખના 45 દિવસ બાદ જ જોખમ કવચ (risk cover) શરૂ થશે. તેમ છતાં, અકસ્માતને કારણે થયેલા મૃત્યુને આ તારણ કલમ (lien clause) માંથી છૂટ આપવામાં આવશે. 3. બધી જ પ્રાથમિક (શહેરી) સહકારી બેંકોને ઉપરોક્ત સુધારાના અમલ માટે જરૂરી પગલા લેવા માટે સૂચિત કરવામાં આવે છે. ભવદીયા (સુમા વર્મા) |