<font face="mangal" size="3">નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધાર&# - આરબીઆઈ - Reserve Bank of India
નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધારો
RBI/2016-17/176 08 ડીસેમ્બર 2016 તમામ નિયંત્રિત સંસ્થાઓ પ્રિય મહોદય / મહોદયા, નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધારો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A અને એક્ટ ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં , પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ (મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ) રૂલ્સ, 2005 ના રુલ 9(14) અને આ બાબતમાં રિઝર્વ બેંક ને સક્ષમ બનાવતા અન્ય તમામ કાયદાઓ હેઠળ મળેલી સત્તાઓ નો ઉપયોગ કરીને , ભારતીય રિઝર્વ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (નો યોર કસ્ટમર (કેવાયસી)) ડાયરેકશન 2016 (Master Direction No.DBR.AML.No.81/ 14.01.001/2015-16 dated February 25, 2016) (હવે પછી અહી પ્રિન્સિપલ ડાયરેકશન તરીકે જેનો ઉલ્લેખ થયેલો છે) માં, તત્કાલ અસર થી, નીચેના સુધારાઓ કરે છે, જેવાકે: I. “બેનીફીસીયલ ઓનર ઇન કેસ ઓફ ટ્રસ્ટ ની વ્યાખ્યા” ને લગતી સેક્શન 3 (a) (ii) d ની સમજૂતી કે નીચે મુજબ વંચાય છે. “એક્સ્પ્લેનેશન : શબ્દ “બોડી ઓફ ઇન્ડીવીડ્યુઅલ્સ” માં સોસાયટીઝ” નો સમાવેશ થાય છે ને નાબૂદ કરવામાં આવી. II. સેક્શન 3 (a) (v) ને નીચે પ્રમાણે સુધારવામાં આવે છે. V. “નોન – પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન” (એન. પી. ઓ.) એટલે કોઈ સંસ્થા અથવા સંગઠન કે જે ટ્રસ્ટ અથવા સોસાયટી તરીકે સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1860 અથવા આવા કોઈ રાજ્ય અધિનિયમ હેઠળ નોંધાયેલ હોય અથવા કંપની એક્ટ 2013 ની કલમ 8 હેઠળ નોંધાયેલ કંપની. III. સેક્શન 12 (b) નીચે મુજબ સુધારવામાં આવે છે. 12 (b) જોખમ વર્ગીકરણ, ગ્રાહકની ઓળખ, સામાજિક / નાણાકીય દરજ્જો, ધંધાની પ્રવૃત્તિનો પ્રકાર, ગ્રાહકના ધંધા વિશેની માહિતી અને તેઓનું સ્થળ વગેરે જેવા પરિમાણો ના આધારે કરવામાં આવશે. ગ્રાહકની ઓળખ અંગે વિચારણા કરતી વખતે ઓળખ દસ્તાવેજોની ઓનલાઈન અથવા ઇસ્યુ કરનાર સત્તાવાળાઓ દ્વારા ઓફર કરાયેલ અન્ય સેવાઓ મારફતે પુષ્ટી કરવાની ક્ષમતાને પણ કારણભૂત ગણી શકાય. IV. સેક્શન 15 (d) ને નીચે પ્રમાણે સુધારવામાં આવે છે. 15 (d) ગ્રાહકને વર્તમાન સરનામાની અલગથી સાબિતી આપવાની જરૂર રહેશે નહીં જો તે ઓવીડી માં નોંધેલ સરનામાં કરતાં જુદું હશે. આવા કેસોમાં, નિયંત્રિત સંસ્થા, ગ્રાહક પાસેથી, આર ઈ દ્વારા તમામ પત્રવ્યવહાર જ્યાં કરવામાં આવશે તે સરનામું દર્શાવતું ઘોષણાપત્ર પ્રાપ્ત કરશે. V. સેક્શન 17 માં નીચે પ્રમાણે વધારાની જોગવાઈ ઉમેરવામાં આવે છે: જોગવાઈ કરવામાં આવે છે કે આર ઈ ગ્રાહકો ને સ્વીકારવા માટે વનટાઈમ પીન (ઓ. ટી. પી.) આધારિત ઈ – કેવાયસી નો વિકલ્પ પૂરો પડશે. આ જોગવાઈ હેઠળ ઓ. ટી. પી. આધારિત ઈ – કેવાયસી નો ઉપયોગ કરી ખોલેલા ખાતાઓ નીચેની શરતોને અધિન હશે:
VI. સેક્શન – 18 ને નીચે મુજબ સુધારવામાં આવે છે: 18. આર ઈ સંભવિત ગ્રાહકનો ઈ – આધાર પત્ર યુ. આઈ. ડી. એ. આઈ. ના પોર્ટલ પરથી સીધોજ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકશે, જો આવો ગ્રાહક માત્ર તેનો / તેણીનો આધાર નંબર જાણતો હોય અથવા ગ્રાહક પાસે માત્ર અન્ય કોઈ સ્થળ / સ્રોત માંથી ડાઉનલોડ કરેલ આધારની નકલ હોય, જો કે સંભવિત ગ્રાહક આર ઈ ની શાખા / કાર્યાલય માં ભૌતિક સ્વરૂપે હાજર હોવો જોઈએ. VII. સેક્શન – 28 ને નીચેના ને ઉમેરવા માટે સુધારવામાં આવે છે: (f) ડી. જી. એફ. ટી. ના કાર્યાલય દ્વારા પ્રોપરાઈટરી કન્સર્નને જારી કરવામાં આવેલ આઈ. ઈ. સી. (ઈમ્પોર્ટ એક્સપોર્ટ કોડ) / કોઇ કાયદા હેઠળ સ્થપાયેલી કોઈ વ્યવસાયી સંસ્થા દ્વારા પ્રોપરાઈટરી કન્સર્નને જારી કરવામાં આવેલ લાયસન્સ / સર્ટીફીકેટ ઓફ પ્રેક્ટીસ. VIII. સેક્શન – 33 માં નીચે મુજબ ઊમેરવામાં આવેલ સમજૂતી: “એક્સ્પ્લેનેશન : “બોડી ઓફ ઇન્ડીવીડ્યુઅલ્સ” શબ્દ માં સોસાયટીઓ નો સમાવેશ થાય છે.” IX. સેક્શન – 33 A નીચે મુજબ ઊમેરવામાં આવે છે: 33 A : કાનૂની વ્યક્તિઓ, અગાઉના ભાગમાં ચોક્કસ પણે આવરી લેવાયા નથી તે જેવા કે સરકાર અથવા તેના વિભાગો, સોસાયટીઓ, યુનીવર્સીટીઓ અને સ્થાનિક સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયતો ના ખાતા ખોલવા માટે, નીચેના દસ્તાવેજોની એક પ્રમાણિત નકલ મેળવવાની રહેશે.
X. વર્તમાન સેક્શન – 38 માં ક્લોઝ ( f ) નીચે મુજબ ઊમેરવામાં આવેલ છે: ( f ) સામયીક અદ્યતનીકરણ માટે ઓ. ટી. પી. આધારિત ઈ – કેવાયસી પ્રક્રિયા ને મંજૂરી આપવામાં આવે છે, જો કે, સ્વીકાર કરતી વખતે ગ્રાહકની સેક્શન – 16 આપવા સેક્શન – 17 માં નિર્દિષ્ટ કેવાયસી પ્રોસેસ કરવામાં આવેલી હોવી જોઈએ. XI. સેક્શન – 51 માં, હાયપર લીંક ‘આઈ. એસ. આઈ. એલ.’ (દ’ એશ) અને ‘અલ કાયદા સેન્કશન્સ લીસ્ટ’ અને ‘ધી 1988 સેન્કશન્સ લીસ્ટ’ ને અદ્યતન કરવામાં આવેલા છે. XII. સેક્શન – 57 માં આર ઈ દ્વારા લેવાનારા પગલાં કે જે, અનુ. નં. (i) થી (v) માં વિગતે વર્ણવેલ છે તેને નીચેના સાથે અવેજીકરણ (બદલવામાં) આવે છે.
XIII. સેક્શન – 58 નું આરંભિક નિવેદન નીચે મુજબ સુધારવામાં આવેલ છે: એફ. એ. ટી. સી. એ. અને સી. આર. એસ. હેઠળ, આર ઈ ઇન્કમટેક્ષ રૂલ્સ ની જોગવાઈઓ 114 F, 114 G અને 114 H નું અનુપાલન કરશે અને નક્કી કરશે કે તેઓ ઇન્કમટેક્ષ રૂલ્સ 114 F માં વ્યાખ્યાયિત થયેલ રીપોર્ટીંગ ફાઈનાન્સીયલ ઇન્સ્ટીટયુશન છે અને જો હોય તો, રીપોર્ટીંગ આવશ્યકતાઓ ના અનુપાલન માટે નીચેનાં પગલાં લેશે. XIV. વર્તમાન સેક્શન – 58 ના ક્લોઝ ( f ) માં નીચેનાનો ઊમેરો કરવામાં આવેલ છે: ( f ) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીઝ (સી. બી. ડી. ટી.) દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ અને વેબસાઈટ http://www.incometaxindia.gov.in/pages/default.aspx પર ઉપલબ્ધ અદ્યતન સૂચનાઓ / નિયમો / માર્ગદર્શન નોંધ / પ્રેસ પ્રકાશનો નું અનુપાલન સુનિશ્ચિત કરવામાં આવે. આર ઈ નીચેની નોંધ લેશે:
XV. તારીખ 4 ફેબ્રુઆરી 1999 નો પરિપત્ર DBOD No.IBS.1816/23.67.001/98–99 ને રદ કરવામાં આવેલ છે અને એમ ડી ના અપેન્ડીક્સ માં અનુ. નં. 253 પર ઊમેરવામાં આવ્યો છે. આપનો વિશ્વાસુ, (લીલી વાડેરા) |