<font face="mangal" size="3">પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના માં સુધ&# - આરબીઆઈ - Reserve Bank of India
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના માં સુધારો, જાહેરનામા નંબર S.O.4061 E
ભારત સરકાર નવી દિલ્હી, તારીખ: 19 એપ્રિલ 2017 જાહેરનામું / સુચનાપત્ર પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના માં સુધારો, જાહેરનામા નંબર S.O.4061 E 1. S.O.- નાણા અધિનિયમ, 2016 (28 ઓફ 2016) (હવે પછી જેનો ઉલ્લેખ “અધિનિયમ/ એક્ટ” તરીકે કરેલો છે) ની કલમ 199 B ની ક્લોઝ (c ) અન્વયે મળેલ સત્તા નો ઉપયોગ કરી કેન્દ્ર સરકાર, તારીખ 16 ડીસેમ્બર 2016 ના જાહેરનામા નંબર S.O.4061 E દ્વારા જાહેર કરાયેલ, તારીખ 19 જાન્યુઆરી 2017 ના જાહેરનામા નંબર S.O.204(E) દ્વારા સુધારાયેલ તથા તારીખ 07 ફેબ્રુઆરી 2017 ના જાહેરનામા નંબર S.O. 365 (E) દ્વારા પુન:સંશોધિત પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના ની ક્લોઝ 5 માં નિર્દિષ્ટ શરતો માં સુધારો કરે છે. 2. મૂળ જાહેરનામા ના ક્લોઝ 5 ના સ્થાને નીચેના ને બદલવામાં આવશે. “5. ડીપોઝીટ ની વાસ્તવિક તારીખ- ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃત બેંકો માંથી થાપણો ની પ્રાપ્તિ તારીખ બોન્ડ લેજર એકાઉન્ટ ખોલવાની વાસ્તવિક તારીખ ગણાશે; કે જેમાં દેય કર, સરચાર્જ અને દંડ 31 માર્ચ 2017 સુધી માં પ્રાપ્ત થયેલો હોય; એ શરતે કે થાપણ ની તારીખ કોઇપણ કિસ્સામાં 30 એપ્રિલ 2017 બાદ લંબાવવામાં આવશે નહી.” |