<font face="mangal" size="3">સોવરિન સુવર્ણ બોન્ડ યોજના, અધિસૂચના ક્રમાંક 4 ( - આરબીઆઈ - Reserve Bank of India
સોવરિન સુવર્ણ બોન્ડ યોજના, અધિસૂચના ક્રમાંક 4 (25) –W&M / 2017 માં સુધારો
ભારત સરકાર નવી દિલ્હી, તારીખ 25 ઓક્ટોબર, 2017 અધિસુચના સોવરિન સુવર્ણ બોન્ડ યોજના, અધિસૂચના ક્રમાંક 4 (25) –W&M / 2017 માં સુધારો 1. જીએસઆર - સરકારી સિક્યોરિટીઝ એક્ટ, 2006 (38 ના 2006) ના પરિચ્છેદ 3 ની કલમ (iii) અન્વયે મળેલ સત્તા નો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી તારીખ 06 ઓક્ટોબર 2017 ની અધિસૂચના ક્રમાંક F.4 (25) –W&M/2017 [જાહેરનામું નંબર જીએસઆર 1225 (ઇ)] દ્વારા જાહેર કરેલ સરકારની સુવર્ણ બોન્ડ યોજનાની કલમ 13 માં સૂચિત શરતો ને સુધારે છે. 2. મૂળ અધિસૂચનાની કલમ 13 ના સ્થાને નીચે પ્રમાણે બદલાવ કરવામાં આવે: "13. સ્ટેચ્યુટરી લિક્વીટી રેશિયો માટેની લાયકાત - બેન્કો દ્વારા માત્ર લિયન (lien) / હાઈપોથિકેશન / ગીરે દ્વારા મેળવાયેલ બોન્ડ્જ સ્ટેચ્યુટરી લિક્વિડીટી રેશિયો માટે યોગ્ય ગણવામાં આવશે.” |