<font face="mangal" size="3px">ભારતીય રીઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રીઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સુધારાઓ
આરબીઆઈ/2018-19/46 07 સપ્ટેમ્બર 2018 ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મહોદયા / પ્રિય મહોદય, ભારતીય રીઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સુધારાઓ કૃપા કરીને ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009નો સંદર્ભ જુઓ કે જેમાં બેન્કોની તમામ શાખાઓને ફાટેલી / દોષપૂર્ણ નોટોના વિનિમય માટે સત્તા આપવામાં આવેલી છે. 2. ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતાને બેંક શાખાઓ અને આરબીઆઈના કાર્યાલયોમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ફાટેલી નોટો, જે અગાઉની શ્રેણીઓની સરખામણીમાં કદમાં વધારે નાની છે, તેને બદલવા માટે સક્ષમ બનાવવા ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 માં સુધારાઓ કરેલા છે. ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) સુધારા નિયમાવલી, 2018 ગેઝેટ ઓફ ઇન્ડિયામાં 06 સપ્ટેમ્બર 2018 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે (જોડાણ). આ નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવેલ છે. 3. અમે વધુમાં જણાવીએ છીએ કે રૂપિયા પચાસ અને તેથી વધુ મૂલ્યવર્ગની નોટોના પૂર્ણ મૂલ્યની ચૂકવણી માટે આવશ્યક નોટના એક સૌથી મોટા અવિભક્ત ટુકડાના લઘુત્તમ એરિયામાં ફેરફાર કરવામાં આવેલો છે જેની વિસ્તૃત માહિતી સુધારાઓમાં છે. આપનો વિશ્વાસુ, (માનસ રંજન મોહંતી) જોડાણ: ઉપર મુજબ |