લક્ષ્મી વિલાસ બેંક અને ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ ના વિલીનીકરણ ની જાહેરાત
એપ્રીલ ૦૬, ૨૦૧૯ લક્ષ્મી વિલાસ બેંક અને ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ ના વિલીનીકરણ ની જાહેરાત ભારતીય રિઝર્વ બેંક (RBI) ને મળેલ માહિતી મુજબ, લક્ષ્મી વિલાસ બેંક (LVB) અને ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ ફાયનાન્સ લી. (IBHFL) તેમનાં બોર્ડ ની સહમતીથી, એપ્રીલ ૦૫, ૨૦૧૯ થી વિલીનીકરણ ની જાહેરાત કરેલી છે. LVB ના બોર્ડમાં બે રિઝર્વ બેંક ના નોમિની ડાયરેકટરની હાજરીને લઈને, પરોક્ષ રીતે ભારતીય રિઝર્વ બેંક ની આ દરખાસ્ત ને સહમતી મનાય. આ સંદર્ભમાં સ્પષ્ટતા કરવાની કે આ તબક્કે, વિલીનીકરણ ની આ જાહેરાતને ભારતીય રિઝર્વ બેંક ની સહમતી નથી. એ પણ જણાવવાનું કે RBI દ્વારા, LVB બોર્ડમાં વધારાના નિયુક્ત કરેલા ડાયરેક્ટર ની હાજરી એ નથી દર્શાવતી કે આ વિલીનીકરણ ને RBI ની મંજૂરી છે. વધુમાં એ ડાયરેક્ટરો એ મિટીંગમાં સ્પષ્ટતા કરેલી કે આ દરખાસ્ત ઉપર તેમનું કોઈ મંતવ્ય નથી. દરખાસ્ત જે તે સંસ્થાઓ પાસેથી જયારે આવશે ત્યારે RBI નાં પ્રવર્તમાન માર્ગદર્શક સૂચનો મુજબ ચકાસણી કરાશે. યોગેશ દયાલ પ્રેસ પ્રકાશન : 2018-2019/2390 |