01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું કે તે, પ્રત્યેક ત્રિમાસ ના છેલ્લા કાર્ય દિવસે, એનબીએફસી-એમએફઆઈ દ્વારા આગામી ત્રિમાસમાં તેમના ઋણ કર્તાઓ ને લગાવામાં આવનારા વ્યાજ દર નક્કી કરવા ના હેતુ થી સૌથી મોટી પાંચ વાણિજ્ય બેંકો ના બેઝ રેટ ની સરેરાશ જણાવશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1714 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: