<font face="Mangal" size="3">01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બ - આરબીઆઈ - Reserve Bank of India
01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર
29 સપ્ટેમ્બર, 2017 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું છે કે, 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થનારા ત્રિમાસિક ગાળા માટે ગેર બેન્કિંગ વિત્તિય કંપની-માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (એનબીએફસી-એમએફઆઇ) દ્વારા તેમના ઋણકર્તાઓ પાસે થી લઈ શકાતા સરેરાશ બેઝ રેટ નો લાગુ કરાયેલ દર 9.06 ટકા રહેશે. એ યાદ અપાવી એ કે રિઝર્વ બૅંકે, એનબીએફસી-એમએફઆઇને જારી કરેલ તેના 7 ફેબ્રુઆરી, 2014 ના ક્રેડિટના ભાવો અંગેના પરિપત્રમાં જણાવ્યું હતું કે, તે દરેક ક્વાર્ટરના છેલ્લા કાર્યકારી દિવસે, એનબીએફસી-એમએફઆઇ દ્વારા આગામી ત્રિમાસિક ગાળામાં તેના દેવાદારોને ચાર્જ કરવા માટેના વ્યાજ દર ગણવાના હેતુ માટે પાંચ મોટા માં મોટી વાણિજ્ય બેંકોનો સરેરાશ બેઝ દર જાહેર કરશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/877 |