<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકના સ્થાનિક બોર્ડમાં સભ્યો - આરબીઆઈ - Reserve Bank of India
78493939
પ્રકાશિત તારીખ ઑક્ટોબર 10, 2018
ભારતીય રિઝર્વ બેંકના સ્થાનિક બોર્ડમાં સભ્યોની નિમણૂંક
ઓક્ટોબર 10, 2018 ભારતીય રિઝર્વ બેંકના સ્થાનિક બોર્ડમાં સભ્યોની નિમણૂંક કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 9 ની પેટા-કલમ (1) દ્વારા પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મિસ રેવથી ઐયર અને શ્રી રાઘવેન્દ્ર નારાયણ દુબેની ભારતીય રિઝર્વ બેંકના ઉત્તરીય સ્થાનિક બોર્ડમાં, પ્રોફેસર સચિન ચતુર્વેદીની પૂર્વીય સ્થાનિક બોર્ડમાં અને શ્રી રાકેશ જૈનની દક્ષિણીય સ્થાનિક બોર્ડમાં તારીખ સપ્ટેમ્બર 19, 2018 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળનો આદેશ, જે પણ પ્રથમ હોય, ત્યાં સુધી નિમણૂંક કરી છે. જોસ જે. કટ્ટૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/849 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?