<font face="mangal" size="3">એટીએમ – કાર્ડ પ્રેઝન્ટ વ્યવહારો માટે સુરક્ષē - આરબીઆઈ - Reserve Bank of India
એટીએમ – કાર્ડ પ્રેઝન્ટ વ્યવહારો માટે સુરક્ષા તેમજ જોખમ નિવારણ પગલા
ભારિબેં/2015-2016/413 26 મે 2016 અધ્યક્ષ તથા પ્રબંધક નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારીઓ મહોદયા / મહોદય, એટીએમ – કાર્ડ પ્રેઝન્ટ વ્યવહારો માટે સુરક્ષા તેમજ જોખમ નિવારણ પગલા બેંકોને મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ પરથી ઈએમવી ચીપ અને પીન આધારિત કાર્ડ તરફ માઈગ્રેટ કરવા માટે સમયમર્યાદા બાબતે સૂચિત કરતા અમારા તારીખ 07 મે 2015 ના પરિપત્ર સં. આરબીઆઈ/2014-15/589 ડીપીએસએસ(કેકા)પીડી.કેકા.સં.2112/02.14.003/2014-15 અને તારીખ 27 ઓગષ્ટ 2015 ના પરિપત્ર સં. આરબીઆઈ/2015-16/163 ડીપીએસએસ.કેકા.પીડી.સં.448/02.14.003/2015-16 જુઓ. 2. હવે જ્યારે દેશમાં પોસ ટર્મિનલ આધારસામગ્રી (POS terminal infrastructure) ને ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સ સ્વીકારવા અને પ્રોસેસ કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે, ત્યારે એટીએમ યંત્રો, મોટા ભાગે, હજુ પણ મેગ્નેટિક સ્ટ્રીપ પર રહેલી માહિતી આધારિત કાર્ડ વ્યવહારો (card transactions) પ્રોસેસ કરતા આવ્યા છે. આને પરિણામે, ઈએમવી ચીપ અને પીન આધારિત કાર્ડ હોય તો પણ આ પ્રકારના એટીએમ કાર્ડ વ્યવહારોને કારણે સ્કીમીંગ, ક્લોનીંગ વિ. ને લઈને થતી ઠગાઈના અનેક બનાવો બને છે. આને કારણે એટીએમ પર પણ ઈએમવી ચીપ અને પીન કાર્ડ આધારીત વ્યવહારોની જ સ્વીકૃતિ અને પ્રોસેસીંગને ફરજિયાત બનાવવું જરૂરી થઈ ગયું છે. એટીએમ પર ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સનું કોન્ટેક્ટ ચીપ પ્રોસેસીંગ એટીએમ પર થતા વ્યવહારોની ફક્ત સુરક્ષા અને સલામતી વધારશે એટલું જ નહીં પણ જ્યારે તે અમલમાં આવશે ત્યારે પ્રસ્તાવિત “ઈએમવી જવાબદારી શીફ્ટ (EMV liability shift)” માટે બેંકોની તૈયારીમાં પણ સગવડરૂપ થશે. 3. આથી ભારતમાંની બેંકો તેમજ વ્હાઈટ લેબલ એટીમ પરિચાલકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ એમ સુનિશ્ચિત કરે કે તેમના દ્વારા સંસ્થાપન / પરિચાલિત કરવામાં આવતા હાલના બધા જ એટીએમ્સને ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સને પ્રોસેસ કરી શકે તે માટે 30 સપ્ટેમ્બર 2017 સુધીમાં સક્ષમ બનાવી દેવામાં આવે. હવે પછીના નવા બધા જ એટીએમ્સ અનિવાર્યપણે પ્રારંભથી જ ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સને પ્રોસેસ કરી શકે તે માટે સક્ષમ હોવા જોઈએ. એટીએમ વ્યવહારોના સ્વીચીંગ, ક્લીયરીંગ તેમજ પતાવટ માટે બેંકો, તેમના બોર્ડની સંમંતિ લઈને, કોઈપણ અધિકૃત એટીએમ / કાર્ડ નેટવર્ક પ્રોવાઈડરની સાથે જોડાણ કરી શકે છે. 4. વધુમાં, કાર્ડ પેમેન્ટ્સ ઈકોસિસ્ટમમાં એકસમાનતા સુનિશ્ચિત કરવા માટે, બેંકો તેમના માઈક્રો-એટીએમના સંદર્ભમાં પણ ઉપરની આવશ્યકતાઓનો અમલ કરશે જેને કાર્ડ આધારિત પેમેન્ટ્સને હેન્ડલ કરવા માટે સક્ષમ કરવામાં આવેલ છે. 5. ત્રિમાસિક પ્રગતિનો અહેવાલ મુખ્ય મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક, ચૂકવણી અને પતાવટ પ્રણાલી વિભાગ, કેન્દ્રીય કાર્યાલય, મુંબઈને આ સાથે સંલગ્ન ફોર્મેટમાં જુન/સપ્ટેમ્બર/ડીસેમ્બર/માર્ચ માં અંત પામતા ત્રિમાસિક અવધિ માટે તે પછીના મહિનાની 15 તારીખ પહેલા મોકલવાનો રહેશે. 6. આ નિર્દેશ ચૂકવણી અને પતાવટ પ્રણાલી અધિનિયમ 2007ની કલમ 18 સહપઠિત કલમ 10(2) અંતર્ગત જારી કરવામાં આવે છે. ભવદીય, (નંદા એસ. દવે) એટીએમ્સ પર ઈએમવી ચીપ અને પીન પ્રોસેસીંગનો રિપોર્ટ બેંક / વ્હાઈટ લેબલ એટીએમ પરિચાલકનું નામ:……………………………….................. .................................. ત્રિમાસિક ગાળા માટેનો રિપોર્ટ
|