સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI
તારીખ : 12 નવેમ્બર 2016 સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI આજે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે સહકારી બેંકો સહિત બેંકો ને વર્તમાન રૂ.500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસરના ચલણી નાણા તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા અંગે ની જારી કરવામાં આવેલ સૂચનાઓ ના ભાગ રૂપે, વિસ્તૃત રીપોર્ટીંગ પદ્ધતી અમલ માં મુકવામાં આવેલી છે. રિઝર્વ બેન્કે વધુ માં જણાવ્યું હતું કે આ સવલત નો દુરુપયોગ અટકાવવા ના હેતુ થી, જાહેર જનતા દ્વારા સહકારી બેંકો સહિત બેંકો માં Specified બેંક નોટો ના વિનિમય અને ડીપોઝીટ અંગે ના આ રિપોર્ટો દ્વારા મળતી માહિતી નું સત્તાવાળાઓ બારીકાઇ થી મોનીટરીંગ કરી રહ્યા છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1189 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: