<font face="mangal" size="3">બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાĐ - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ
તારીખ: 16 ઓક્ટોબર 2017 બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ બેન્કીંગ હિન્દીમાં મૂળ લખાણો અને સંશોધન ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય થી, ભારતીય રિઝર્વ બેન્કે “બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ યોજના” શરુ કરેલી છે. આ યોજના હેઠળ, ભારતીય યુનિવર્સીટીઓ ના પ્રોફેસરો (સહાયક અને એસોસિયેટ સહિત) ને અર્થશાસ્ત્ર / બેન્કીંગ/ નાણાકીય વિષયો પર મૂળ હિન્દી માં પુસ્તકો લખવા માટે રૂપિયા 1,25,000.00 (રૂપિયા એક લાખ પચીસ હજાર) નું એક એવા ત્રણ ઇનામો આપી શકાશે. યોજનાની વિસ્તૃત માહિતી અનુબંધ (Annex) માં આપેલી છે. આ યોજના માં ભાગ લેવા ઇચ્છતા તમામ પ્રોફેસરો ને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની પ્રવેશ અરજીઓ નિર્ધારિત પ્રારૂપમાં પ્રભારી ઉપ મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક, રાજભાષા વિભાગ, કેન્દ્રીય કાર્યાલય, સી-9, બીજો માળ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ, મુંબઈ-400051 ને 15 ડીસેમ્બર 2017 ના સાંજ ના 05:00 કલાક સુધીમાં કે તે અગાઉ પ્રસ્તુત કરે. શૈલજા સિંઘ પ્રેસ પ્રકાશન : 2017-2018/1050 |