RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78477895

01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારે બેંકોમાં રજા; ભારતીય રિઝર્વ બેંક કાર્ય-દિવસવાળા શનિવારોએ બેંકોને સમર્થક સેવાઓ આપશે

28 ઓગષ્ટ 2015

01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારે બેંકોમાં રજા;
ભારતીય રિઝર્વ બેંક કાર્ય-દિવસવાળા શનિવારોએ બેંકોને સમર્થક સેવાઓ આપશે.

બધી જ અનુસૂચિત તેમજ બિન-અનુસૂચિત બેંકો – સાર્વજનિક, ખાનગી, વિદેશી, સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ અને સ્થાનિક ક્ષેત્ર બેંકો – ના માટે 01 સપ્ટેમ્બર 2015 થી બીજા તેમજ ચોથા શનિવારોએ સાર્વજનિક રજા રહેશે, તેમજ બીજા અને ચોથા શનિવારોને છોડીને અન્ય શનિવારોએ એમના માટે પૂર્ણ કાર્ય-દિવસ રહેશે (જેને આ પ્રેસ પ્રકાશનમાં કાર્ય-દિવસવાળા શનિવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે). આના પરિણામસ્વરૂપે ભારતીય રિઝર્વ બેંકે 01 સપ્ટેમ્બર 2015 થી તેના કાર્ય-સંચાલનમાં નીચે મુજબના ફેરફારોની ઘોષણા કરી છે :

I. નાણાકીય બજાર ખંડ

(ક) નાણાકીય બજાર ખંડ, જે હાલમાં શનિવારોના દિવસે વ્યવહારો કરવા માટે ખુલ્લા રહે છે, તે બધા કાર્ય-દિવસવાળા શનિવારોના રોજ ખુલ્લા રહેશે. અર્થાત્ :

  1. સર્વે મુદ્રા બજાર ખંડ, જેવાકે માંગ/સૂચના/નિયતકાલીન મુદ્રા, બજાર રિપો અને સંપાર્શ્વિક ઋણ અને ધીરાણ દાયીત્વ (CBLO) અન્ય કોઇ સામાન્ય કાર્ય-દિવસની જેમ બધા જ કાર્ય-દિવસોવાળા શનિવારોએ ખુલ્લા રહેશે.

  2. બધા જ ઓટીસી ડેરીવેટીવ બજારો સહિત વિદેશી મુદ્રા બજાર તેમજ સરકારી જામીનગીરી બજારો પહેલાની જેમ જ બધા જ શનિવારોએ બંધ રહેશે.

(ખ) રિઝર્વ બેંક કોઈ સામાન્ય કાર્ય-દિવસની જેમ કાર્ય-દિવસવાળા બધા શનિવારોની સાંજે 07.00 વાગ્યાથી 07.30 વાગ્યા સુધી નિશ્ચિત દરવાળા પ્રતિવર્તિ રેપોની સાથે સાથે સીમાંત સ્થાયી સુવિધા (MSF)નું પરિચાલન જારી રાખશે.

(ગ) રિઝર્વ બેંક કાર્ય-દિવસવાળા બધા શનિવારોની સવારે 9.30 વાગ્યા થી 10.30 વાગ્યા સુધી નિશ્ચિત દર ચલનિધિ સમાયોજન સુવિધા (LAF) રેપો વિંડોનું પરિચાલન કરવાનું પણ જારી રાખશે. હકિકતમાં, કાર્ય-દિવસવાળા શનિવારોના રોજ પરિચાલિત કરવામાં આવતી એલએએફ (LAF) વિંડો શુક્રવારની એલએએફ વિંડોનું જ વિસ્તૃત સ્વરૂપ છે. અર્થાત્ બેંકો, શુક્રવારે ત્રણ દિવસ માટે, નિર્ધારિત મર્યાદાની અંદર રહીને, ઉધાર લઈ સકશે તથા કોઇ શેષ અણવપરાએલ મર્યાદાનો કાર્ય-દિવસવાળા શનિવારોના 2 દિવસની અવધિ માટે ઉપયોગ કરી સકશે.

II. ચૂકવણી પ્રણાલી

  1. ચૂકવણી પ્રણાલીનું પરિચાલન બીજા તેમજ ચોથા શનિવારે નહીં કરવામાં આવે, પરંતુ કાર્ય-દિવસવાળા શનિવારે પૂરા દિવસ માટે તેનું પરિચાલન કરવામાં આવશે. સામાન્ય રીતે, ચૂકવણી પ્રણાલીમાં તત્કાળ સકળ ચૂકવણી (RTGS), રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક નિધિ અંતરણ (NEFT), ગ્રિડ આધારિત ચેક ટ્રંકેશન પ્રણાલી (CTS) સહિત દેશમાં સ્થિત જૂદા જૂદા બેંકર સમાશોધન ગૃહો દ્વારા પરિચાલિત ચેક સમાશોધન તથા ઈસીએસ સ્વીટ [ઇલેક્ટ્રોનિક સમાશોધન સેવા (ઈસીએસ)], ક્ષેત્રીય ઇલેક્ટ્રોનિક સમાશોધન સેવા (RECS) તથા રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક સમાશોધન સેવા (NECS) સામેલ છે.

  2. જેના મૂલ્યની તારીખ બીજા અને ચોથા શનિવારે આવતી હોય એવા ભાવીમૂલ્ય દિનાંકિત (value-dated) વ્યવહારોનું પ્રસંસ્કરણ આરટીજીએસ અને ઈસીએસ સ્વીટની અંતર્ગત નહીં કરવામાં આવે.

III. બેંકિંગ વિભાગ

નાણાકીય બજારો અને ચૂકવણી પ્રણાલીના કાર્ય-સંચાલનને સમર્થન પ્રદાન કરવા માટે રિઝર્વ બેંકના ક્ષેત્રીય કાર્યાલયોના બેંકિંગ વિભાગો કાર્ય-દિવસવાળા શનિવારોએ આખા દિવસ માટે ખુલ્લા રહેશે. સરકારી કારોબાર કાર્ય-દિવસવાળા શનિવારોએ એજન્સી બેંકોમાં કરવામાં આવશે.

એ સ્મૃતિમાં હશે કે ભારત સરકારે પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારોને વટાઉ ખત અધિનિયમ, 1881 (1881 ના 26) ની કલમ 25 હેઠળ સાર્વજનિક રજા જાહેર કરતા 20 ઓગષ્ટ 2015 [ભારતના રાજપત્ર, અસાધારણ, ભાગ-।।, કલમ 3, પેટા કલમ (ii) માં પ્રકાશિત] ના રોજ એક અધિસૂચના જારી કરી હતી. તે અનુસાર, બધી બેંકો, ભલે પછી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (1934 ના 2) ની બીજી અનુસૂચીમાં તેનો સમાવેશ હોય કે ના હોય, માં 01 સપ્ટેમ્બર 2015 થી બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. બેંકો, નાણાકીય બજારો અને ચૂકવણી તેમજ સમાધાન પ્રણાલીના નિયામક હોવાને લઈને રિઝર્વ બેંકે કેટલાક પરિચલાનાત્મક ક્ષેત્રોના કાર્ય-સંચાલનમાં સમર્થક ફેરફારો કર્યા છે.

છ મહિના પછી ઉપરની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે.

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2015-2016/528

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?