<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ<br> ડિપો - આરબીઆઈ - Reserve Bank of India
બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ
ડિપોઝિટર શિક્ષણ અને જાગૃતિ ફંડ યોજના, 2014 -
ઓપરેશનલ માર્ગદર્શિકા - વ્યાજની ચુકવણી
આરબીઆઇ/2017-2018/191 જૂન 07, 2018 મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, પ્રિય મહોદય / મહોદયા, બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ કૃપા કરીને ઉપરોક્ત વિષય પરના 26 જૂન, 2014 ના પરિપત્ર ડીબીઓડી.નં.ડીઇએ. ફંડ સેલ.બીસી.126/30.01.002/2013-14 નો સંદર્ભ લો જેમાં રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે DEA ફંડમાં તબદીલ કરાયેલી, દાવા કર્યા વગરની વ્યાજ ધરાવતી થાપણની રકમ પર થાપણદારો / દાવેદારોને બેન્કો દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ દર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી વાર્ષિક 4% સાધારણ વ્યાજ દર રહેશે. 2. હવે વ્યાજના દરની સમીક્ષા કરવામાં આવી છે અને એ નક્કી કરવામાં આવ્યું છે કે જુલાઇ 01, 2018 થી અમલમાં, ફંડમાં તબદીલ કરાયેલી દાવા કર્યા વગરની વ્યાજ ધરાવતી થાપણની રકમ પર થાપણદારો / દાવેદારોને બેન્કો દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ દર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી વાર્ષિક 3.5% સાધારણ વ્યાજ રહેશે. 01 જુલાઈ, 2018 ના રોજ અથવા ત્યાર પછી બેંકો દ્વારા મેળવવામાં આવેલા તમામ દાવાઓની પતાવટ, બીજી સૂચના ના અપાય ત્યાં સુધી, આ દર પર રહેશે. 3. જૂન 26, 2014 ના પરિપત્રની અન્ય સમાવિષ્ટ બાબતો યથાવત રહેશે. આપનો વિશ્વાસુ, (પ્રકાશ બલીઆરસિંહ) |