2005 પહેલા છપાયેલી બેન્ક નોટો પાછી ખેંચવી - ભારતીય રિઝર્વ બેન્કની સ્પષ્ટતા
24 જાન્યુઆરી 2014
2005 પહેલા છપાયેલી બેન્ક નોટો પાછી ખેંચવી - ભારતીય રિઝર્વ બેન્કની સ્પષ્ટતા
ઉપર દર્શાવેલ વિષય પરત્વે અમારી 22મી જાન્યુઆરી 2014ની પ્રેસ પ્રકાશનના સંદર્ભમાં અને ઊઠાવેલા પ્રશ્નો અંગે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) સ્પષ્ટતા કરે છે કે 2005 પહેલા છપાયેલ બેન્ક નોટો પછી ખેંચવાનો ઉદ્દેશ એ છે કે આવી નોટો બજારમાંથી દૂર કરવી કારણ કે આવી નોટોના સલામતી લક્ષણો 2005 પછી છપાયેલી નોટોની સરખામણીમાં ઓછા છે. જૂની સિરીઝની નોટો પાછી ખેંચવાની પ્રમાણભૂત આંતરરાષ્ટ્રીય પધ્ધતિ છે.
ભારતીય રિઝર્વ બેન્ક આવી નોટો સામાન્ય રીતે બેન્કો થકી બજારમાંથી પાછી ખેંચી જ રહી છે. ભારતીય રિઝર્વ બેન્કના મત પ્રમાણે 2005 પહેલા છપાયેલી બેન્ક નોટોનો જથ્થો, જે મહત્વપૂર્ણ નથી તે આજે પણ ચલણમાં છે, જે જાહેર જનતાની ઉપર કોઈ બહોળી રીતે અસર કરી શકે તેમ નથી.
જો કે, ભારતીય રિઝર્વ બેન્ક જાહેર જનતાને સલાહ આપે છે કે તેમણે નોટો બદલાવવાની પ્રક્રિયાની શરૂઆત પોતાની અનુકૂળતા મુજબ બેંકોની શાખાઓમાંથી કરવી. વધુમાં 1 જુલાઈ 2014 પછી જાહેર જનતા, જૂની સીરિઝની નોટો કોઈપણ સંખ્યામાં બેંકોની શાખાઓમાં કે જ્યાં તેમના ખાતા છે, તેમાંથી બદલાવી શકશે.
ભારતીય રિઝર્વ બેન્ક ખાત્રી આપે છે કે તે જૂની સીરિઝની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયાની દેખરેખ અને સમીક્ષા કરવાનું ચાલુ રાખશે કે જેથી સામાન્ય જનતાને કોઈપણ રીતે પ્રતિકૂળતા ના થાય.
ઉપરોક્ત બાબતના સંદર્ભ સિવાય ભારતીય રિઝર્વ બેન્ક ફરીથી જણાવે છે કે 2005 પૂર્વે છપાયેલી નોટો કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે.
અલ્પના કિલ્લાવાલા
પ્રિન્સિપાલ ચીફ જનરલ મેનેજર
પ્રેસ રીલીઝ-2013-2014/1491
પેજની છેલ્લી અપડેટની તારીખ: