મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લી રહેશે, કારણ કે તે પાક વીમા પ્રિમીયમની ચૂકવણી માટેની છેલ્લી તારીખ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/283 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: