<font face="mangal" size="3">ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદ - આરબીઆઈ - Reserve Bank of India
ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો
૯ મે, ૨૦૧૭ ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો ભારતીય રિઝર્વ બેન્કે બીબીપીએસ નાં વર્તમાન કાર્યક્ષેત્રમાં બિલીંગ વ્યવસાય કરતી સંસ્થાઓએ અધિકૃત BBPOU નાં એજન્ટ થવું કે બીલ ચુકવણીના વ્યવસાયમાંથી નીકળી જવું, એ માટેની અંતિમ તારીખ ૩૧ મે, ૨૦૧૭ થી વધારીને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ સુધી લંબાવવા માટે નિર્ણય કર્યો છે. આ સમયમર્યાદા એ સંસ્થાઓને લાગુ પડે છે જેને ;
૨. આ વધારો , વિવિધ સંસ્થાઓએ દર્શાવેલ સમયમર્યાદાને પહોચી વળવામાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને કરેલ છે. ૩. BBPS નાં કાર્યક્ષેત્ર નાં વિકાસ, વૃદ્ધિ અને વિસ્તાર ને ધ્યાનમાં લઈને BBPOU તરીકે કામગીરી ને બહાલી/સત્તાધિકાર મંજુર કરવા નવી અરજીઓ મંગાવવાની પ્રક્રિયા ભવિષ્યમાં ફરીથી ખુલ્લી મુકવા માટે રિઝર્વ બેંક વિચારણા કરી શકશે. પશ્ચાદભૂમિકા એ યાદ અપાવીએ કે તા. ૨૮ નવેંબર, ૨૦૧૪ ની BBPS નાં અમલીકરણની માર્ગદર્શિકા મુજબ બી.બી.પી.એસ.ના અવકાશ હેઠળ આવરી લેવામાં આવેલ બિલ ચુકવણીની પ્રવૃત્તિઓમાં જે બેન્કો અને નોન-બેંક એકમો હાલમાં પ્રતિબદ્ધ છે તેઓ ભારત બીલ ચૂકવણી સંચાલન એકમો (BBPOU) તરીકે અથવા અધિકૃત BBPOU ના એજન્ટ તરીકે BBPS માં ભાગ લઈ શકે છે. અજિત પ્રસાદ પ્રેસ જાહેરાત : ૨૦૧૬ -૨૦૧૭/૩૦૩૧
|