<font face="mangal" size="3px">01 એપ્રિલ. 2019 થી વિજયા બેન્ક અને દેના બેન્ક ની શાખē - આરબીઆઈ - Reserve Bank of India
01 એપ્રિલ. 2019 થી વિજયા બેન્ક અને દેના બેન્ક ની શાખાઓ બેન્ક ઑફ બરોડા ની શાખાઓ તરીકે કામ કરશે
30 માર્ચ, 2019 01 એપ્રિલ. 2019 થી વિજયા બેન્ક અને દેના બેન્ક ની શાખાઓ ભારત સરકાર દ્વારા 2 જાન્યુઆરી, 2019 ના રોજ બહાર પાડવામાં આવેલી વિજયા બેન્ક અને દેના બેન્ક ને બેન્ક બરોડા સાથે ભેળવી દેવાની યોજના, 2019. બેંકિંગ કંપનીઓના (હસ્તાંતરણ અને ટ્રાન્સફર) અધિનિયમ, 1970 (1970 ના 5) ની કલમ 9 અને બેંકિંગ કંપનીઓ ના (હસ્તાંતરણ અને ટ્રાન્સફર) એક્ટ, 1980 (1980 ના 40) ની કલમ 9 અન્વયે બેન્ક ઓફ બરોડા સાથે વિજયા બેંક અને દેના બેંકનું એકીકરણ ને મંજુરી આપતી ભારતના ગેઝેટના અસાધારણ ભાગ II-સેક્શન 3-પેટા કલમ (i) હેઠળ પ્રકાશિત થઈ હતી. આ યોજના એપ્રિલ 2019 ના પ્રથમ દિવસથી અમલી બનશે. પરિણામે, વિજયા બેંક અને દેના બેંકની તમામ શાખાઓ 1 એપ્રિલ, 2019 થી બેંક ઑફ બરોડાની શાખાઓ તરીકે કાર્ય કરશે. વિજયા બેન્ક અને દેના બેંકના થાપણદારો સહિતના ગ્રાહકોને 1 એપ્રિલ, 2019 થી બેંક ઑફ બરોડાના ગ્રાહકો તરીકે માનવામાં આવશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/2329 |