<font face="Mangal" size="3">બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ  - આરબીઆઈ - Reserve Bank of India
બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે દ્વારા લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે કારણકે :
તેના લાયસન્સ રદ થવા ના પરિણામે, ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ.મધ્ય પ્રદેશ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 5(b) માં આપેલ વ્યાખ્યા મુજબ “બેન્કિંગ” નો ધંધો જેમાં થાપણો સ્વીકારવી અને થાપણો ની પુનઃ ચુકવણી નો સમાવેશ થાય છે –તે કરવા માટે તેના ઉપર તાત્કાલિક અસર થી પ્રતિબંધ છે. લાયસન્સ રદ થવા સાથે અને ફડચામાં લઇ જવાની કાર્યવાહી થતાજ ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ.મધ્ય પ્રદેશ ના થાપણદારો તેમની થાપણ ની રકમ ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) એક્ટ, 1961 મુજબ ચુકવવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. .ફડચામાં જતા, દરેક થાપણદારોને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) પાસેથી તેમની/તેણીની થાપણ ના રૂપિયા 100000/- (રૂપિયા એક લાખ માત્ર) સુધી સામાન્ય શરતો અને નિયમો મુજબ મેળવવા હકદાર બનશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2010 |