RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78489916

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) હેઠળ લાયસન્સ નું રદ્દીકરણ અને અર્બન કો-ઓપરેટીવ બેંક નું
સહકારી મંડળી માં રૂપાંતર- ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ (ગુજરાત)

તારીખ: 15 ફેબ્રુઆરી 2017

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) હેઠળ લાયસન્સ નું રદ્દીકરણ અને અર્બન કો-ઓપરેટીવ બેંક નું
સહકારી મંડળી માં રૂપાંતર- ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ (ગુજરાત)

જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 23 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સોજીત્રા કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જિલ્લો-આણંદ, (ગુજરાત) નું લાયસન્સ રદ કરેલ છે. અસંતોષકારક નાણાકીય સ્થિતિ અને અનુપાલન રેકોર્ડ ના કારણે, બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની હકૂમત માં થી બહાર જવા માટે ની અને સહકારી મંડળી માં રૂપાંતર કરવાની સલાહ આપવામાં આવી હતી. બેન્કે તેના ધી સોજીત્રા સહકારી મંડળી લીમીટેડ માં રૂપાંતરણ કરવા માટેની ઉપરોક્ત એક્ટ ની કલમ 36 (A) (2) માં નિર્દિષ્ટ તમામ શરતો પૂર્ણ કરેલી છે. તદ અનુસાર, બેંક, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વંચાણ માં લેતાં કલમ 5(cci) માં વ્યાખ્યાયિત થયા મુજબ “કો-ઓપરેટીવ બેંક” તરીકે બંધ થયેલ છે અને તે કો-ઓપરેટીવ બેંક ને લાગુ પડતી ઉપરોક્ત એક્ટ ની તમામ જોગવાઈઓ તેને લાગુ પડશે નહી. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતા) ની કલમ 56 સાથે વંચાણ માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતા) ની કલમ 22 અન્વયે બેંક પર ભારત માં બેન્કિંગ કારોબાર કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. તેથી, બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતા) ની કલમ 5(b) માં વ્યાખ્યાયિત થયા મુજબ ડીપોઝીટ ના સ્વીકાર/રીપેમેન્ટ સહિત “બેન્કિંગ” કારોબાર કરવા માટે પ્રતિબાધિત કરવા માં આવેલ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/2197

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?