<font face="mangal" size="3">ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાય - આરબીઆઈ - Reserve Bank of India
ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 13 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત) નું લાયસન્સ રદ કરેલ છે. તદ અનુસાર, બેંક, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વંચાણ માં લેતાં કલમ 5(cci) માં વ્યાખ્યાયિત થયા મુજબ “ કો-ઓપરેટીવ બેંક” તરીકે બંધ થયેલ છે અને તે કો-ઓપરેટીવ બેંક ને લાગુ પડતી ઉપરોક્ત એક્ટ ની તમામ જોગવાઈઓ તેને લાગુ પડશે નહી. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતા) ની કલમ 56 સાથે વંચાણ માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતા) ની કલમ 22 અન્વયે બેંક પર ભારત માં બેન્કિંગ કારોબાર કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. તેથી, બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતા) ની કલમ 5(b) માં વ્યાખ્યાયિત થયા મુજબ ડીપોઝીટ ના સ્વીકાર/રીપેમેન્ટ સહિત “બેન્કિંગ” કારોબાર કરવા માટે પ્રતિબાધિત કરવા માં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2134 |