<font face="mangal" size="3">ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું & - આરબીઆઈ - Reserve Bank of India
ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ)
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સંસ્થા તરીકે જાહેર કરવા માટેની દરખાસ્ત મુકેલ છે. આ અધિનિયમના કાર્યક્ષેત્રની બહાર નીકળવા માટે બેન્કે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) (ધી એક્ટ) ની કલમ 36A (2) માં જણાવેલી બધી શરતો નું પાલન કરેલ છે. આથી જાહેર જનતાને જાણ કરવાની કે તારીખ 8 ફેબ્રુઆરી 2018 ના હુકમ થી ભારતીય રિઝર્વ બેંકે, શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) નું લાયસન્સ નું કેન્સલ કરેલ છે. તદાનુસાર કલમ 56 સાથે વંચાણ લેતા કાયદાની કલમ 5 (cci) માં કરેલી વ્યાખ્યા મુજબ આ બેંક ‘કો-ઓપરેટીવ બેંક’ રહેતી નથી અને કો-ઓપરેટીવ બેંક ને લાગુ પડતી બધી જોગવાઈઓ તેને લાગુ પડશે નહિ. કલમ 56 સાથે વંચાણ માં લેતા કાયદાની કલમ 22 મુજબ આ બેંક, બેન્કિંગ નો ધંધો કરવા માટે પ્રતિબંધીત છે .જેમ કે, આ બેંક કાયદાની કલમ 5(b) ની વ્યાખ્યા મુજબ ‘બેન્કિંગ’ ના ધંધા ના વ્યવહારો કરી શકશે નહિ જેમાં જાહેર થાપણો નો સ્વીકાર તેમજ પુનઃ ચુકવણી સમાવેશ થાય છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2195 |