<font face="mangal" size="3px">કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલ - આરબીઆઈ - Reserve Bank of India
કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું
27 એપ્રિલ 2016 કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે પરિચાલન શરૂ કર્યું ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડે 24 એપ્રિલ 2016 થી લઘુ નાણાકીય બેંક (એસએફબી) ના રૂપમાં તેનું પરિચાલન શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે આ બેંકને ભારતમાં કારોબાર કરવા માટે બેંકિંગ નિયમન અધિનિયમ 1949 ની કલમ 22 (1) ના અંતર્ગત લાઇસંસ જારી કર્યું હતું. કેપિટલ સ્મૉલ ફાઇનાન્સ બેંક લિમિટેડને પહેલાની કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડને રૂપાંતરિત કરીને સ્થાપિત કરવામાં આવી છે. પરિણામે, કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડ 24 એપ્રિલ 2016 થી અસ્તિત્વમાં રહેશે નહીં. કેપિટલ લોકલ એરિયા બેંક લિમિટેડ, એ 10 અરજદારોમાં હતી જેને રિઝર્વ બેંક દ્વારા 16 સપ્ટેમ્બર 2015 ના તેના પ્રેસ પ્રકાશનમાં કરવામાં આવેલી ઘોષણા અનુસાર લઘુ નાણાકીય બેંક સ્થાપિત કરવા માટે સૈદ્ધાંતિક અનુમોદન આપવામાં આવ્યું હતું. અલપ્ના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/2511 |