<font face="mangal" size="3px">પોઈન્ટ ઓફ સેલ (PoS) પર રોકડ ઉપાડ – ઉપાડ મર્યાદાઓ અન - આરબીઆઈ - Reserve Bank of India
પોઈન્ટ ઓફ સેલ (PoS) પર રોકડ ઉપાડ – ઉપાડ મર્યાદાઓ અને ગ્રાહક ફી / શુલ્ક માં છૂટછાટ
RBI/2016-17/140 તારીખ: 18 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પોઈન્ટ ઓફ સેલ (PoS) પર રોકડ ઉપાડ – ઉપાડ મર્યાદાઓ અને ગ્રાહક ફી / શુલ્ક માં છૂટછાટ પ્રિય મહોદય/ મહોદયા, બેંકો દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા વિવિધ સ્થળો માટેની નિર્દિષ્ટ પ્રતિદિન મર્યાદા સાથેના તમામ ડેબીટ કાર્ડ / ઓપન લૂપ પ્રિ – પેઈડ કાર્ડ માટે સક્ષમ બનાવાયેલ પોઈન્ટ ઓફ સેલ (PoS) પરના રોકડ ઉપાડ પરના અમારા તારીખ 22 જૂલાઈ 2009 અને તારીખ 5 સપ્ટેમ્બર 2013 ના પરિપત્રો અનુક્રમે DPSS. CO. PD. NO. 147 / 02.14.003 / 2009 – 10 તથા DPSS. CO. PD. NO. 563 / 02.14.003 / 2013 – 14 તરફ ધ્યાન દોરવામાં આવે છે. 2. વર્તમાન રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટો (Specified Bank Notes – SBN) ના કાયદેસરના ચલણ તરીકેના લક્ષણને પાછું ખેંચ્યા બાદ, ભારતીય રીઝર્વ બેન્કે બેન્કોને તારીખ 14 નવેમ્બર 2016 ના પરિપત્ર DPSS. CO. PD. NO. 1240 / 02.10.004 / 2016 – 17 દ્વારા બચત ખાતાના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર કરવામાં આવતા બધાજ વ્યવહારો માટે 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, ATM ચાર્જ / શુલ્ક લગાવવાનું જતું કરવાનું જણાવેલ હતું. 3. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલાં તરીકે, એવું નક્કી કરવામાં આવેલું છે કે (i) PoS પર રોકડ ઉપાડ ની મર્યાદા (ભારતમાં બેંકો દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ડેબીટ કાર્ડ અને ઓપન સીસ્ટમ પ્રિ – પેઈડ કાર્ડ માટે) તમામ કેન્દ્રો (Tire I to VI) પર આ સવલત માટે સક્ષમ બનાવાયેલ તમામ વ્યાપારી સંસ્થાનો માટે પ્રતિદિન રૂપિયા 2000 લેખે એક સરખી કરવામાં આવેલી છે અને (ii) ગ્રાહક શુલ્ક, જો હોય તો, આવા તમામ વ્યવહારો પર લગાવવામાં આવશે નહીં. 4. ઉપરની (સૂચનાઓ) આ પરિપત્રની તારીખ થી અમલમાં આવશે અને સમીક્ષા ને આધિન, 30 ડીસેમ્બર 2016 સુધી લાગુ પડશે. 5. આ સંબંધમાં તમામ પ્રવર્તમાન સૂચનાઓ યથાવત રહેશે. 6. પેમેન્ટ અને સેટલમેન્ટ સીસ્ટમ એક્ટ 2007, (Act ઓફ 2007) ની કલમ 10 (2), કલમ 18 સાથે વંચાણમાં લેતાં, હેઠળ આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. આપની વિશ્વાસુ, (નંદા એસ. દવે) |