<font face="mangal" size="3px">વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs)  - આરબીઆઈ - Reserve Bank of India
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે રોકડ ઉપાડ
RBI/2016-17/145 21 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે રોકડ ઉપાડ કૃપયા ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર Circular No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. 2. જાહેરજનતા ને તેમના સંતાનોના લગ્નપ્રસંગ ની ઉજવણી કરવા માટે સક્ષમ બનાવવાના હેતુથી તેમના બેંક ડીપોઝીટ ખાતામાંથી લગ્ન સંબંધિત ખર્ચાઓને પહોંચી વળવા માટે ઉચ્ચતર રોકડ ઉપાડની મર્યાદા માટે મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ, બેન્કોએ કુટુંબો ને બિન – રોકડ સાધનો જેવાં કે ચેક / ડ્રાફ્ટ, ક્રેડીટ / ડેબીટ કાર્ડ, પ્રિ – પેઈડ કાર્ડ, મોબાઈલ ટ્રાન્સફર, ઈન્ટરનેટ બેન્કિંગ ચેનલ, NEFT / RTGS વગેરે મારફતે લગ્ન સંબંધિત ખર્ચા કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તેથી જાહેરજનતાના સભ્યોને, રોકડ ઉપાડ મંજૂર કરતી વખતે રોકડનો ઉપયોગ એવા ખર્ચાઓ ચૂકવવા માટે કરવાનું જણાવવું જોઈએ કે જે માત્ર રોકડ દ્વારા જ ચૂકવી શકાય તેમ હોય. રોકડ ઉપાડ નીચીની શરતોને અધિન હશે: (i) બેંક ડીપોઝીટ ખાતાઓ માંથી, 30 ડીસેમ્બર 2016 સુધી, 08 નવેમ્બર 2016 ના કામકાજ ના અંતે ખાતામાં જમા બેલેન્સ માંથી મહત્તમ રૂપિયા 2,50,000/- ઉપાડવા દેવામાં આવશે. (ii) સંપૂર્ણપણે કેવાય સી અનુપાલીત ખાતાઓમાંથી જ ઉપાડ ની મંજૂરી આપવામાં આવે છે. (iii) જો લગ્ન તારીખ 30 ડીસેમ્બર 2016 કે તે પહેલાં હોય તો જ તે રકમ ઉપાડી શકાશે. (iv) બે માંથી કોઇપણ એકના માતા પિતા અથવા લગ્ન કરનાર વ્યક્તિ (માત્ર તેમનામાંથી કોઈ એક ને જ ઉપાડની મંજૂરી આપી શકાશે) દ્વારા ઉપાડ કરી શકાશે. (v) પ્રસ્તાવિત ઉપાડની રકમ રોકડ ચૂકવણી માટે હોવાથી તે સાબિત કરવું પડશે કે વ્યક્તિઓ કે જેમના માટે ચૂકવણી કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તેમના પાસે બેંક ખાતું નથી. (vi) ઉપાડ માટેની અરજી સાથે નીચેના દસ્તાવેજો હશે:
3. બેંકો પુરાવાનો યોગ્ય રેકોર્ડ રાખશે અને જરૂર જણાય તો સત્તાવાળાઓ દ્વારા ચકાસણી માટે રજૂ કરશે. તેના અધિકૃત / બોનાફાઈડ ઉપયોગના આધારે યોજનાની સમીક્ષા કરવામાં આવશે. આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) સંલગ્નક – ઉપર મુજબ |