<font face="mangal" size="3">કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ., હૈદ્ર&# - આરબીઆઈ - Reserve Bank of India
કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ., હૈદ્રાબાદ, તેલંગના-દંડ કરવામાં આવ્યો
તારીખ: 10 ફેબ્રુઆરી 2017 કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ., હૈદ્રાબાદ, તેલંગના-દંડ કરવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કેથોલિક કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ.,હૈદ્રાબાદ, તેલંગના પર, ભારતીય રિઝર્વ બેંક ની ડાયરેક્ટરો અને તેમના સંબંધીઓ ને લોન અને ધિરાણ ને લગતા નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.00 લાખ (રૂપિયા એક લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2159 |